*તલોદ તાલુકા ના અણિયોડ ગામના સેજા માં ઘટક ૧ ના પોષણ ઉત્સવ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું*
*તલોદ તાલુકા ના અણિયોડ ગામના સેજા માં ઘટક ૧ ના પોષણ ઉત્સવ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું*
*રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા, તલોદ*
આજ રોજ તલોદ તાલુકાના અણિયોડ મુકામે ઘટક 1ના અણિયોડ સેજામાં પોષણ ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં તલોદ સંગઠન પ્રમુખ કનકસિંહ ઝાલા, જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ ભીખુસિંહ ઝાલા, તાલુકા સદસ્ય વીણાબા ઝાલા, ઈન્ચાર્જ આઇ.સી.ડી.એસ. સી.ડી.પી ઓ.ઉષાબેન પ્રજાપતિ, phc સ્ટાફ નિશાંતભાઈ પંચાલ, ગામ આગેવાન કારાભાઈ ચૌધરી, પંકજભાઈ પંચાલ વગેરે મુખ્ય સેવિકા બહેનો, બ્લોક કો.ઓર્ડીનેટર ઉપસ્થિત રહ્યા હતા. પોષણ ઉત્સવ કાર્યક્રમ અંતર્ગત THR વાનગી,મિલેટ્સ વાનગી તેમજ સરગવા માંથી વિવિધ પ્રકારની વાનગીનું નિદર્શન કરવામાં આવ્યું. વિસરાતી જતી વાનગી અંગે અને યોજનાકીય મળતા લાભો વિશે માહિતગાર કર્યા. આ વાનગીઓનો રોજિંદા જીવન માં ઉપયોગ કરવા અંગે પ્રચાર પસાર કર્યો તેમજ વાનગીની ગુણવત્તા ચકાસણી કરી ૧ થી ૩ નંબર આપી. સર્ટિફિકેટ આપી સન્માનીત કરી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો.
7434904659
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.