ગોસા પે.સે.શાળાના વિધાર્થીઓએ શિક્ષણની સાથે બગલા બચ્ચાનો જીવ બચાવી જીવ દયાનુ ઉમદા ઉદાહરણ પુરૂ પાડ્યુ - At This Time

ગોસા પે.સે.શાળાના વિધાર્થીઓએ શિક્ષણની સાથે બગલા બચ્ચાનો જીવ બચાવી જીવ દયાનુ ઉમદા ઉદાહરણ પુરૂ પાડ્યુ


નવીબંદર વિસ્તારમા ફરજ બજાવતા ટ્રેકર જેઠાભાઈ એ પક્ષી અભિયારણ ખાતે બગલાના બચ્ચાને સુપ્રત કર્યુ.
ગોસા(ઘેડ) તા.૧૮/૦૮/૨૦૨૧
પોરબંદરના તાલુકા ગોસા(ઘેડ) ગામે આવેલ ગોસા પે.સેન્ટર શાળામાં ૬ અને ૮ માં ધોરણમાં અભ્યાસ કરાતા વિધાર્થીઓ એ અભ્યાસ દરમ્યાન વચ્ચે રિશેષ પડતાં ધોરણ ૬ અને ૮ માં અભ્યાસ કરતા વિધાર્થીઓએ શાળાના છોગાનમા આવેલ વડલા ના વ્રુક્ષમાં પક્ષીઓના માળામાંથી કોઈ પણ કારણોસાર એક બગલાનુ બચ્ચુ નીચે ધરતી પર પડતાં અને જોગાનુંજોગ આ જીવદયા વિધાર્થીઓને ધ્યાને આવતાં પળનો પણ વિચાર કાર્યા વગર આ બગલા પક્ષીના બચ્ચાને બચાવીને સલામત ગોસા(ઘેડ) ગામના સામાજીક કાર્યકર અને જીવદયા પ્રેમી વિરમભાઈ કે. આગઠ ને સુપ્રત કરીને જીવદયા ધર્મ દાખલો બેસાડયો હતો.
ગોસા ગામે શંકર મદિરની બાજુમાં આવેલ ગોસા પે.સેન્ટર શાળામાં ૬ અને ૮ માં ધોરણમાં અભ્યાસ કરાતા ધોરણ ૬ ના વિધાર્થીઓ આયુષ લાખા મોઢવાડી, યશ અરભમ આગઠ. બઢા જેસા કોડીયાતર ધોરણ ૮ ના હિતેશ સામત આગઠ અને નૈતિક ભરત બડવા શાળામાં રિસેષ પડતાં અને શાળાના કમ્પાઉન્ડમાં પસાર થતા હતા ત્યારે એકા એક બગલા નામના પક્ષીનુ બચ્ચુ વડલાના વ્રુક્ષમાં આવેલા પક્ષીઓના માળામાથી ઓચિંતુ જમીનમાં આવી પટકાતાં તેના પર બઢા જેસા નામના વિધર્થીનુ ધ્યાન તેના પડતાં સાથી વિધાર્થીઓ આ બગલાના બચ્ચાને તુરંતજ બચાવી લઇને પક્ષી અભિયાશરણમાં મોકલવા ગામના સામાજીક કાર્યકર અને જીવદયા પ્રેમી વિરમભાઈ કે. આગઠ સુપરત કરતાં તેમણે જીવદયા નિભાવવા બદલ વિધાર્થીઓને અભિનંદન પાઠવ્યાં હતાં.
આજે દુનિયાભરમાંથી સ્થળાંતર કરીને આવા-ગમન કરતાં પક્ષીઓ ને દેશ-વિદેશના સીમાડા અવરોધ કરતા નથી નડતા નથી. ત્યારે પોરબંદર ના રમણીય નવપલ્લવીત વિસ્તારમાં શિયાળાના સમયમાં અનેક વિશાળ સંખ્યામાં કુંજ, ફલેમિંગો,પાયાવર સહિતના અનેક પક્ષીઓ આપણું આતિથ્ય માણવા આવે છે. ત્યારે પક્ષીઓનું જતન કરવું તે આપણી નૈતિક ફરજ બને છે. તેવો ભાવ ગોસા પે.સેન્ટર શાળમા આભ્યાસ કરતાં વિધાર્થીઓએ બગલા પક્ષીના બચ્ચને કોઈ બિલાડી કે કુતરા હડપ કરી શિકર કરે તે પહેલા આ પક્ષીને બચાવીને વ્યકત કર્યો છે.
બગલા પક્ષીના બચ્ચાનો જીવ બચી જાય તે માટે સામાજીક કાર્યકર અને જીવદયા પ્રેમી વિરમભાઈ આગઠે ગોસા બીટ્ના ઈંચાર્જ ફોરેસ્ટ ગાર્ડ મહેશભાઈ મકવણાને જાણ કરતાં તેઓ બરડા વિસ્તરમાં હોવા છ્તાં તેઓએ નવિબંદર વિસ્તારમા ટ્રેકર જેઠાભાઈ ઓડેદરાને તાકીદ કરતાં ટ્રેકર જેઠાભાઈ ઓડેદરા તુરંત ગોસા ગામે આવી બગલા પક્ષીને સલામત લઈ જઈ પોરબંદર પક્ષી અભિયારણ ખાતે સુપ્રત કરી આપતાં શાળા વિધાર્થીઓ અને જીવદયા પ્રેમી વિરમભાઈ આગઠ્ના પ્રયાશોથી બગલના બચ્ચાને જિવતદાન અપાવી જીવદયાનો ધર્મ બજાવેલ છે.
રિપોર્ટર વિરમભાઈ કે આગઠ
ગોસા(ઘેડ) પોરબંદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.