જુનાગઢ આયુષ હોસ્પિટલમાં સ્ટાફની પ્રસંશનીય કામગીરી - At This Time

જુનાગઢ આયુષ હોસ્પિટલમાં સ્ટાફની પ્રસંશનીય કામગીરી


હોસ્પિટલમાં સારવાર દર્દીઓ તથા તેમની સાથે રહેલ તેમના પરિવારજનો સફાઈ કામદારો નર્સીંગ સ્ટાફ સહીતની વર્તણુંકને બિરદાવી પ્રસંશનીય કામગીરી બદલ બિરદાવી રહયાછે

આયુષ્યમાન કાર્ડનો અસંખ્ય પરિવારો લાભ લઈ રહ્યાછે ગુજરાત સરકાર દ્વારા અનેક ખાનગી હોસ્પિટલોને આયુષ્યમાન કાર્ડથી દર્દીઓનો ઈલાજ કરવાની માન્યતા આપીછે જેનો દર્દીઓ લાભ લઈ રહ્યાછે કોઈપણ દર્દી જે તે હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થાયછે ત્યારે દર્દી અને તેમની સાથે તેમના પરિવારના કોઈ સભ્યો દર્દી સાથે જતાં હોયછે ત્યારે તેમને દર્દીના દુઃખ મુજબ થોડા દિવસો જે તે હોસ્પિટલમાં રોકાવાનુ થથું હોયછે તેવા સમયે દર્દી અને તેમની સાથે રહેલ તેમના પરિવારજનો કે સગા સ્નેહીઓ રોકાતા હોયછે ત્યારે એ માનસિક અપસેટ હોયછે અથવા હોસ્પિટલમાં સમય વીતાવવો મુશ્કેલ બનતો હોયછે તેવા સમયે હોસ્પિટલના સ્ટાફ દ્વારા અયોગ્ય વર્તન કરવામા આવે ત્યારે દર્દી કે એમના પરિવારજનોની લાગણી દુંભાયછે ત્યારે દર્દી અને તેમના પરિવારજનોને દવાખાનામાં સારવાર પુર્ણ થાય ત્યાં સુધીનો સમય વિતાવવો અસહ્ય બનેછે ભલે આયુષ્યમાન કાર્ડ દ્વારા કોઈ હોસ્પિટલ દર્દીને સારવાર આપતી હોયછે એનો મતલબ એ નથી કે એ મફત સારવાર આપેછે દર્દીના સારવારનો ખર્ચ આયુષ્યમાન કાર્ડ દ્વારા સરકાર પાસેથી મેળવે જ છે છતાં કોઈ સ્ટાફ ઉદ્ધતાઈ ભર્યુ વર્તન કરે ત્યારે દર્દી અને એના પરિવારજનો મનોમન અંદરથી હોસ્પિટલ સામે આક્રોશ ઠાલવતા હોયછે પણ મજબુર હોય બીજુ કરી પણ શુ શકવાના જે થાય તે સહન કરી સારવાર પુર્ણ થયે ઘરે પરત જતા રહેતા હોયછે એવું લોક મુખે ચર્ચાઈ રહ્યુંછે

આજે આપણે વાત કરવીછે જુનાગઢ આયુષ હોસ્પિટલની જ્યાં કેશોદના ચતુરભાઈ રાવલીયા તેમના પગની સારવાર અર્થે ગયેલ જેમની સાથે તેમના પુત્ર ગયેલ જ્યાં પગના દુઃખાવાની તપાસ કરવામાં આવી પરંતુ પગમાં વધુ તકલીફ હોવાના કારણે થોડા દિવસો બાદ પગનુ ઓપરેશન કરાવવાનું હોવાનુ હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું તેથી તે થોડા દિવસો બાદ પગના ઓપરેશન માટે જવાનાછે વાત મુદાની હવે શરૂ થાયછે કે કેશોદના દર્દી અને તેમની સાથે ગયેલ તેમના દિકરાએ જુનાગઢ આયુષ્યમાન હોસ્પિટલના સ્ટાફ વિશે જણાવ્યું હતું કે આયુષ હોસ્પિટલમાં જે સ્ટાફ ફરજ બજાવી રહ્યાછે તે અભિનંદનને પાત્રછે તમામ સ્ટાફ દ્વારા દર્દી તથા તેમની સાથે રહેલ પરિવારજનો સાથે વિનમ્રતાથી વર્તન કરેછે જે બાબતે દર્દીના પરિવારજનોને દવાખાનાની માનસિક તાણ અનુભવવાને બદલે પરિવારજનની લાગણી જોવા મળેછે વધુમાં જણાવતા કહ્યું કે જુનાગઢ આયુષ હોસ્પિટલમાં ફરજ બજાવતા સફાઈ કર્મચારી હોય કે નર્સીંગ સ્ટાફ હોય તમામની સરાહનીય કામગીરી જોવા મળી રહીછે જેમાંના નર્સ તરીકે ફરજ બજાવતા ભુમિકાબેન કિંદેચા દર્દીઓને સારવાર સાથે પરારજનોની જેમ અનેરા લગાવ સાથે સારવાર કરી રહયાછે આયુષ હોસ્પિટલના તમામ સ્ટાફની હોસ્પિટલમાં દાખલ તથા તેમના પરિવારજનો સ્ટાફની ખુબ પ્રસંશનીય કામગીરીને બિરદાવી રહયાછે

રીપોર્ટર - ગોવિંદ હડિયા કેશોદ જુનાગઢ
મો. 97234 44990


9723444990
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image