હિંસક પ્રાણીઓના ભયના નીચે જીવતા ગ્રામજનો : મહુવા તાલુકાના બોરડી ગામે દીપડો ઘરમાં ઘુસી ગયો,લોકોમાં ભારે ફફડાટ
હિંસક પ્રાણીઓના ભયના નીચે જીવતા ગ્રામજનો : મહુવા તાલુકાના બોરડી ગામે દીપડો ઘરમાં ઘુસી ગયો,લોકોમાં ભારે ફફડાટ
હિંસક પ્રાણીઓને લીધે ભયના ઓથાર નીચે જીવતા ગ્રામજનો
જેસર, મહુવા આસપાસના વિસ્તારોમાં સિંહ દીપડા જેવા હિંસક પ્રાણીઓને કારણે લોકો પરેશાન છે.આ પરિસ્થિતિ વચ્ચે મહુવા તાલુકાના બોરડી ગામે એક દીપડો ગામમાં ઘૂસીને દિવાલ કૂદીને ઘરમાં ઘૂસી ગયો હતો અને પાડાનું મારણ કર્યું હતું.
બોરડી ગામમાં જ રહેતા ભરતભાઈ ભવાનભાઈના ઘરે રાત્રિના નવ વાગ્યા આજુબાજુ દિવાલ ઠેકીને દીપડો ઘરમાં ઘૂસ્યો હતો અને ફળિયામાં ફરજામા બાંધેલા એક પાડાના ગળે વળગ્યો હતો. એ સમયે ઘરના સભ્યો જોઈ જતા અને દેકારા પડકારા થતા દીપડો પાડાને મૂકીને દિવાલ કૂદીને જતો રહ્યો હતો.જોકે થોડીક જ વારમાં આ પાડો મરણ પામ્યો હતો.
15 કલાકે ફોરેસ્ટ ટીમ આવી! ત્યાં તો પલાયન થઇ ગયો
આ અંગેની જાણ ફોરેસ્ટ વિભાગમાં કરતા છેક 15 કલાકે ખાતાની તપાસ માટે ટીમ આવી હતી અને પંચરોજ કામ કર્યું હતું. ત્યાં સુધીમાં તો દીપડો ક્યાંય પહોંચી ગયો હોય! આસપાસના વિસ્તારોમાં જંગલી જાનવરો આ રીતે ગામમાં અને છેક ઘર સુધી ઘુસી જતા લોકોમાં ભયનો માહોલ ઊભો થયો છે અને સતત લોકો ડરીને જીવી રહ્યા છે. આ અંગે પગલા ભરવાની તાતી જરૂરિયાત છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
