નસવાડીના પનોતા પુત્ર એવા સહેજાદ ભાઈ યુસુફભાઇ મેમણ (વકીલ)ની ભારત સરકારમાં નોટરી વકીલ તરીકે નસવાડી તાલુકામાં પ્રથમ નિમણુંક કરવામાં આવી - At This Time

નસવાડીના પનોતા પુત્ર એવા સહેજાદ ભાઈ યુસુફભાઇ મેમણ (વકીલ)ની ભારત સરકારમાં નોટરી વકીલ તરીકે નસવાડી તાલુકામાં પ્રથમ નિમણુંક કરવામાં આવી


નસવાડીના પનોતા પુત્ર એવા સહેજાદ ભાઈ યુસુફભાઇ મેમણ (વકીલ)ની ભારત સરકારમાં નોટરી વકીલ તરીકે નસવાડી તાલુકામાં પ્રથમ નિમણુંક કરવામાં આવી

છેલ્લાં ૨૦ વર્ષ થી વકીલાતનો વ્યવસાય કરતા અને હાલ નસવાડી વકીલ મંડળના મંત્રી સહેજાદભાઈ યુસુફભાઈ મેમણ(વકીલ)ની ભારત સરકાર દ્વારા ના મિનિસ્ટ્રી લો એન્ડ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ ઓફ લો અફેર્સ ન્યુ દિલ્હી ખાતે થી તારીખ ૨૭/૦૧/૨૦૨૫ ના રોજ સર્ટીફિકેટ ઓફ પ્રેક્ટિસ તરીકે ભારત સરકાર ના નોટરી તરીકે નિમણુંક કરવામાં આવતા સમગ્ર વકીલોમાં તથા મુસ્લિમ સમાજ માં ખુશીની લહેર છવાઈ ગઈ છે આઝાદીનાં આટલા વર્ષો પછી પ્રથમ વખત ભારત સરકારમાંથી પ્રથમ આખા નસવાડી તાલુકામાંથી પસંદગી કરી સહેજાદ વાય મેમણ(વકીલ)ની નિમણુંક કરવામાં આવી છે આ સહેજાદભાઈ વકીલ સતત ગરીબોના કેસો લડતા આવ્યા છે અને ગરીબ પરિવારોને ન્યાય અપાવવાતા આવ્યા છે જયારે નસવાડી તાલુકામાં મુસ્લિમ સમાજમાં પણ સો પ્રથમ પેહલા મુસ્લિમ વકીલને નોટરી તરીકે નિમણૂક થતાં મુસ્લિમ સમાજમાં પણ ખુશી છવાઈ છે સહેજાદભાઈ વકીલ હિન્દુ મુસ્લિમ બંનેવ ધર્મનાં લોકો સાથે જોડાયેલા છે જેથી તેઓ પાસે નોટરી નાં હોવાથી અનેક મુશ્કેલીઓ પડતી હતી ત્યારે તેઓની નોટરી વકીલ તરીકે નિમણુંક થી વર્ષોની રાહનો અંત આવ્યો છે


9408355622
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image