ખેતરોમાં IFFCO તરલ નેનો યુરીયાના ડ્રોન દ્વારા છંટકાવ માટેની યોજનાનો આજે શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગાંધીનગરથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો - At This Time

ખેતરોમાં IFFCO તરલ નેનો યુરીયાના ડ્રોન દ્વારા છંટકાવ માટેની યોજનાનો આજે શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગાંધીનગરથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો


નડિયાદ વિધાનસભાના આખડોલ ગામે આ યોજનાની શરૂઆત કરી હતી અને ડ્રોન દ્વારા ખેતરમાં નેનો યુરિયાનો છંટકાવ કરવામાં આવ્યો...

ખેતરોમાં IFFCO તરલ નેનો યુરીયાના ડ્રોન દ્વારા છંટકાવ માટેની યોજનાનો આજે માન. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા ગાંધીનગરથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો...

ત્યારે નડિયાદ વિધાનસભાના આખડોલ ગામે આ યોજનાની શરૂઆત કરી હતી અને ડ્રોન દ્વારા ખેતરમાં નેનો યુરિયાનો છંટકાવ કરવામાં આવ્યો હતો...

આ ટેક્નોલોજીથી માત્ર ૨૦ મીનીટમાં ૧ હેકટર વિસ્તારમાં દવા છાંટી શકાય છે. ખેડૂતોનો સમય અને ઊર્જા બચાવતી આ યોજનામાં કુલ ૧.૪૦ લાખ એકર વિસ્તાર આવરી લેવાનું સરકારનું આયોજન છે...

આ પ્રસંગે ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી વિપુલભાઈ પટેલ, DDO શ્રી મેહુલભાઈ દવેજી, નડિયાદ તાલુકા કારોબારી ચેરમેન શ્રી રશ્મિભાઈ, APMC ચેરમેન શ્રી અપૂર્વભાઈ, આખડોલ સરપંચ શ્રી કમળાબેન પરમાર, APMC ડિરેક્ટર શ્રી પ્રફુલભાઈ સ્વામી, તાલુકા પંચાયત સભ્ય શ્રી ઈશ્વરભાઈ વિસ્તારના અગ્રણીઓ, રહીશો ઉપસ્થિત રહ્યા હતા...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon