પૈસાની લેતી-દેતી મામલે વેપારી પર મુંજકાના બે શખ્સોનો હુમલો: કારમાં તોડફોડ - At This Time

પૈસાની લેતી-દેતી મામલે વેપારી પર મુંજકાના બે શખ્સોનો હુમલો: કારમાં તોડફોડ


સંતોષ પાર્ક પાસે પૈસાની લેતી-દેતી મામલે વેપારી પર મુંજકાના બે શખ્સોએ ધોકાથી હુમલો કરી કારમાં તોડફોડ કરી હતી. બનાવ અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે મુંજકા ચોકડી પાસે આવેલ ડો.શ્યામા પ્રકાશ મુખર્જી આવાસ યોજનામાં રહેતાં જીતેશભાઈ નાગદાનભાઇ મકવાણા (ઉ.વ.41) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે જયદેવ દેવરાજ જાદવ અને નવઘણ વજા જાદવ (રહે. બંને મુંજકા) નું નામ આપતા તાલુકા પોલીસે બીએનએસ એક્ટ 115(2), 352, 354(3), સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ જમીન મકાન લે-વેચનો ધંધો કરી પરીવારનું ગુજરાન ચલાવે છે. પાંચેક વર્ષ પહેલા જયદેવ જાવદની હોટલ જે મુંજકા ચોકડી પાસે આવેલ છે. તે દર મહીને રૂ.40 હજારના ભાડેથી રાખેલ હતી.
જેમા તેઓ ખાણી પીણી તેમજ ચા નો વેપાર કરતાં હતાં. ગઇ તા.13/09/2024 ના જયદેવ કહેવા લાગેલ કે, તમે માલ વ્યવસ્થિત રાખતા નથી અને હોટલનું સરખુ ધ્યાન રાખતા નથી જેથી કાલથી તમે હોટલ પર આવતા નહીં, જેથી તેઓએ હોટલનો ધંધો બંધ કરી દીધેલ હતો. એકાદ મહીના બાદ તેઓને જયદેવએ બાકી રહેલા ભાડાના પૈસા માટે ફોન કરેલ હતો. જેથી તેમને મળવા અને હીસાબ કરાવવા મુંજકા ચોકડી ખાતે તેમની હોટલે ગયેલ હતાં.
ત્યારે જયદેવે કહેલ કે, મારે તમારી પાસેથી ભાડા પેટે કૂલ રકમ રૂ.1.20 લાખ લેવા ના થાય જેથી હીસાબ બતાવતા તેમને જણાવેલ કે, મારે માત્ર રૂ.80 હજાર જ તેમને દેવાના બાકી હોય અને હાલ તેઓની પાસે રોકડા રૂપીયા ન હોય જેથી બાદમા પૈસા આપવાનુ કહી ત્યાથી નીકળી ગયેલ હતાં. બે ત્રણ દીવસ બાદ જયદેવનો ફોન આવેલ કે, મારે પૈસાની જરૂર હોવાનું જણાવતા તેઓએ તાત્કાલીક રૂ.40 હજાર ઓનલાઇન ટ્રાન્સફર કરી આપેલ હતાં. બાદ તેઓની પાસે પૈસાની સગવડ થતા બાકી રહેતી રકમમાથી રૂ.20 હજાર પણ તેઓને ઓનલાઇન ટ્રાન્સફર કરી દીધેલ હતાં.
તેમની હોટલમા વપરાતા ફરિયાદીના સીસીટીવી કેમેરા, મોટા ફ્રીજ લેવા માટે તેઓને કહેલ ત્યારે જયદેવ ગાળો દેવા લાગેલ અને ઉશકેરાઈ જઈ ધમકી દેવા લાગેલ કે, તુ મારી સામે કેમ બોલે છે, હું તારા ટાટીયા ભાંગી નાખીશ અને તને જીવતો નહીં રહેવા દઉં. બાદ ગઈકાલે બપોરના ત્રણેક વાગ્યાના અરસામા તેઓ કારમાં ઘરેથી જાગનાથ પ્લોટ જવા નીકળેલ ત્યારે જયદેવનો ભત્રીજો શ્યામ જાદવ બાઇકમાં તેઓની પાછળ પાછળ આવતો હતો જેથી તેઓ લવ ટેમ્પલવાળા રોડ ઉપરથી કાલાવડ રોડ ઉપર નીકળી ગયેલ હતાં.
દરમિયાન એક નંબર પ્લેટ વગરની કાર અચાનક ગાડીની સામે આવી જતા ગાડી ઉભી રાખાવેલ અને તેમાંથી બે માણસો ધોકા લઈ નીચે ઉતરેલ જેમાથી એક જયદેવ જાદવ તથા તેનો ભત્રીજો નવઘણ જાદવ ગાડી પાસે આવી ગાડીમા સાઇડના કાચમાં ધોકો મારી કાચ તોડી નાખેલ અને જયદેવ પણ નીચે ઉતરી આવેલ અને ગાડીના કાચમા ધોકો મારી કાચ તોડી નાખેલ હતાં.
તેમજ બંને શખ્સોએ ધોકા વડે મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપેલ હતી. ઝઘડામાં તેઓની સોનાની લક્કી ક્યાક પડી ગયેલ હતી બાદમાં તેઓને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવ અંગેની ફરીયાદ પરથી તાલુકા પોલીસે ગુનો નોંધી હેડ કોન્સ્ટેબલ બિ.જે.ખેર અને સ્ટાફે તપાસ હાથ ધરી હતી


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.