દાહોદ નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપર થયેલ હુમલાના વિરુધ્ધમાં બરવાળા નગરપાલિકાનાં કર્મચારીઓ માસ સી.એલ.માં જોડાશે.
ગુજરાત રાજ્ય નગરપાલિકા કર્મચારી મહામંડળનાં તમામ કર્મચારીઓ માસ સી.એલ.માં જોડાશે.
હુમલો કરનાર શખ્સ સામે કાર્યવાહી કરવાની માંગ સાથે નગરપાલિકાના કર્મચારીઓ માસ સી.એલ.માં જોડાશે.
દાહોદ નગરપાલિકાના ચીફ ઓફિસર યશપાલસિંહ વાઘેલા ઉપર નગરપાલિકાના પ્રમુખ પતિ દ્વારા હુમલો કરવામાં આવેલ જેના વિરુધ્ધમાં ગુજરાત રાજ્ય નગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા પ્રમુખ પતિ સામે કાર્યવાહીની માંગ સાથે રાજ્યની તમામ નગરપાલિકાઓ તા.૦૬/૦૯/૨૦૨૩ નાં રોજ માસ સી.એલ. ઉપર જોડવવા આહવાન કરવામાં આવ્યું છે જેના પગલે બરવાળા નગરપાલિકાનાં કર્મચારીઓ માસ સી.એલ.ઉપર જોડાઈ વિરોધ નોંધાવવામાં આવશે.
ગુજરાત રાજ્ય નગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા દાહોદ નગરપાલિકાના ચીફ ઓફિસર યશપાલસિંહ વાઘેલા ઉપર નગરપાલિકાના પ્રમુખ પતિ દ્વારા થયેલ હુમલાને કર્મચારી મહામંડળ શખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે તેમજ આ હુમલાનાં બનાવમાં વિરોધ્ધ પ્રદર્શિત કરવા કર્મચારી મહામંડળ દ્વારા તા.૦૬/૦૯/૨૦૨૩ નાં રોજ રાજ્યની તમામ નગરપાલિકાનાં કર્મચારીઓ માસ સી.એલ.ઉપર જવા આહવાન કરવામાં આવ્યું હોય જે પગલે બરવાળા નગરપાલિકાના કર્મચારીઓ દાહોદ નગરપાલિકાની હુમલાની ઘટના સામે વિરોધ નોંધાવી માસ સી.એલ.માં જોડાશે.તેવું ગુજરાત રાજ્ય નગરપાલિકા કર્મચારી મહામંડળનાં પ્રમુખ રાજેન્દ્રસિંહ ઝાલા દ્વારા જણાવ્યું હતું.
બોટાદ બ્યુરો ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.