મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા રાજકોટ જિલ્લાનાં જસદણ તાલુકાનાં આટકોટ ગામે નવું તળાવ બનાવવાના કામનો શુભારંભ
મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા રાજકોટ જિલ્લાનાં જસદણ તાલુકાનાં આટકોટ ગામે નવું તળાવ બનાવવાના કામનો શુભારંભ
*૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦*
*આ તળાવથી ચાર ગામને સીધો ફાયદો તથા ગ્રાઉન્ડ વોટર રીચાર્જ થશે: ૫૦૦ લાખ લીટરથી વધુ પાણીનો સંગ્રહ થશે*
*૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦*
*જસદણ તાલુકામાં "સૌની યોજના" થકી બુંઢણપરી નદી સજીવન કરવામાં આવશે*
*- મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા*
*૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦*
*રાજકોટ તા. ૦૫ એપ્રિલ -* "સુજલામ સુફલામ જળ સંચય અભિયાન-૨૦૨૫" તથા "કેચ ધ રેઈન 2.0" અંતર્ગત જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા રાજકોટ જિલ્લાનાં જસદણ તાલુકાનાં આટકોટ ગામે રૂ. ૩.૩૯ કરોડના ખર્ચે નવું તળાવ બનાવવાના કામનો શુભારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે મંત્રીશ્રી કુવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે, દેશના દૂરંદેશી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના દિશા સૂચન અન્વયે "સુજલામ સુફલામ જળ સિંચાઈ અભિયાન" અન્વયે રાજ્યના તળાવો ઊંડા કરીને વરસાદી પાણીનો સંગ્રહ કરવાના અભિયાનનો શુભારંભ થઈ ચૂક્યો છે. રાજકોટ જિલ્લાના તમામ તળાવ ઊંડા કરવામાં આવશે અને હાલમાં જસદણ તાલુકામાં "સૌની યોજના" થકી બુંઢણપરી નદી સજીવન કરવામાં આવશે. જેનાથી આ વિસ્તારના ખેડૂતોને પિયતનું પાણી તથા ગામ લોકોને પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહેશે.
"સુજલામ સુફલામ જળ સંચય અભિયાન-૨૦૨૫" તથા "કેચ ધ રેઈન 2.0" અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા દરેક તાલુકામાં પાંચ તળાવોને લોક ભાગીદારી દ્વારા ઊંડા ઉતારવામાં આવશે અને આ તળાવને ઊંડા ઉતારવાની કામગીરી દરમિયાન તેમાંથી નીકળતી માટી ખેડૂતો સ્વખર્ચે 31મી મે સુધી લઈ જઈ શકશે.
રાજકોટ જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગ દ્વારા ભાદર નદીની સહાયક નદી બુંઢણપરી નદી ઉપર નવું તળાવ બનાવવામાં આવશે, જે અન્વયે સરકારશ્રી દ્વારા રૂ. ૩.૩૯ કરોડના ખર્ચે સ્પીલ વે તથા અર્ધન બંડ બનાવવામાં આવશે. આ અર્ધન બંડ એટલે સુચિત સાઈટ ઉપર જમણી અને ડાબી તરફ બન્ને બાજુ આવેલા નેચરલ કાંઠા, જમણી બાજુથી ૩૧૦ મીટર અને ડાબી બાજુ ૩૨૦ મી લંબાઈ અને પહોળાઈમાં માટીનો પાળો કરી બન્ને કાંઠા ઉંચા લઈને તેના પર પથ્થરોનું પીચીંગ કરવામાં આવી રહ્યું છે. આ તળાવ બનવાથી આટકોટ, ખારચીયા, કાનપર અને વિરનગરને આ પાણીનો સીધો લાભ મળશે તથા આજુબાજુનો વિસ્તાર પણ રીચાર્જ થશે, જેથી ખેતી લાયક જમીન પણ નવપલ્લવિત થશે.
આ તળાવના લીધે જસદણ વિસ્તારમાં અંદાજિત ૫૦૯ લાખ લીટર પાણીનો જથ્થો સંગ્રહ કરી શકાશે.
આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારીશ્રી પાર્થરાજસિંહ પરમાર, મામલતદાર શ્રી આઈ.જી ઝાલા, કાર્યપાલક ઇજનેર શ્રી ડી.પી ગજેરા તથા અગ્રણી શ્રી મનસુખભાઈ હિરપરા, શ્રી ચેતનભાઇ પંચોલીયા, શ્રી મનસુખભાઈ ડામસિયા તથા આસપાસના ગામના સરપંચશ્રીઓ અને ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે
