વડિયામાં બપોરે બાદ અચાનક ધોધમાર વરસાદ ખાબક્યો એક કલાકમાં પોણા ત્રણઇંચ ખાબક્યો
વડિયામાં બપોરે બાદ અચાનક ધોધમાર વરસાદ ખાબક્યો એક કલાકમાં પોણા ત્રણઇંચ ખાબક્યો
સુરવોડેમના પાંચ દરવાજા ત્રણ ફૂટ ખોલાયા સુરવોનદી માં ઘોડાપૂર આવતા બની ગાંડીતુર
અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડિયાના વાતાવરણ માં બપોરે બે વાગ્યા થી અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને સવારના તડકા બાદ બપોરે વડીયામાં બે વાગ્યાથી ધીમીધારે વરસાદનું આગમન થયું હતું. ત્યાર બાદ બપોરે ૩:૩૦ વાગ્યાથી ૪:૩૦ વાગ્યા માં ધોધમાર વરસાદ નું આગમન થતાં એક કલાક માં ધોધમાર પોણા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો ઉપરવાસમાં પણ ભારે વરસાદના કારણે સુરવોનદીમાં પણ ઘોડાપૂર આવતા સુરવો ડેમ સત્તત છઠી વખત ઓવરફ્લો થયો હતો અને ડેમનાં પાંચ દરવાજા ત્રણ ફૂટ ખોલાયા હતા ત્યારે સુરવો નદી ગાંડીતુર બની બે કાઠે વહેતી જોવા મળી હતી ત્યારે સ્થાનિક તંત્ર એલર્ટ બની નીચાણવાળા વિસ્તારો અને ઉપરવાસના ગામડાઓને સાવચેત કરાયા હતા. એકાએક ધોધમાર વરસાદ નોંધાતા વડિયાની શેરીઓમાં પણ નદીઓ વહેતી હોય તેવા દ્રષ્યો જોવા મળ્યા હતા. એકાએક વરસાદ તૂટી પડતા લોકોના જીવ પણ તાળવે ચોંટતા જોવા મળ્યા હતા. રિપોર્ટ રાજુ કારીયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.