ઇડર ખાતે ઇડર તાલુકા પત્રકાર એકતા પરિષદની બેઠક મળી : તાલુકા પ્રમુખ અને કારોબારીની વરણી કરાઈ
ઇડર ખાતે ઇડર તાલુકા પત્રકાર એકતા પરિષદની બેઠક મળી : તાલુકા પ્રમુખ અને કારોબારીની વરણી કરાઈ
ગુજરાત પત્રકાર એકતા પરિષદ પ્રમુખ લાભુભાઈ , પ્રદેશ પ્રભારી ગૌરાંગભાઈની સૂચના અને સાબરકાંઠા જીલ્લા પ્રમુખ સંજયભાઈ દીક્ષિતના માર્ગદર્શન હેઠળ ઇડર ખાતે ઇડર તાલુકા પત્રકાર એકતા પરિષદની બેઠક ઇડર ખાતે ૭ જુલાઈને ગુરુવાર ના રોજ મળી હતી ત્યારે ઝોન પ્રભારી ભરતસિંહ , પ્રદેશ કારોબારી કિરણભાઈ મલેશિયા , જીલ્લા મંત્રી ભાવેશભાઈ પટેલ , જિલ્લા સહમંત્રી રાજેશભાઇ ચાવડા તથા એડવોકેટ કૈલાસબેન ઉપસ્થિત રહ્યા હતા તમામ મહેમાનોનુ ફુલહાર અને ફુલછડીથી સ્વાગત કરવામા આવ્યુ હતુ ત્યારબાદ આ બેઠક માં ઝોનન પ્રભારી ની રૂબરૂમા ઇડર તાલુકાના ૨૩ પત્રકારોની હાજરીમા સર્વાનુમતે ઇડર તાલુકા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ તરીકે રાકેશભાઈ કાંતિલાલ નાયકની નિમણૂક કરવામા આવી હતી જે ઝોન પ્રભારી સહિત હાજર ઇડર તાલુકાતમામ પત્રકાર મિત્રોએ હર્ષ ઉલ્લાસ સાથે વધાવી હતી ત્યારબાદ ઇડર પત્રકાર એકતા પરિષદની કારોબારીની રચના કરવામા આવી હતી જેમા ઉપપ્રમુખ તરીકે ૧ દુર્ગેશભાઈ જયસવાલ , ૨ સંજયભાઈ નાયક , ૩ જયંતીભાઈ પરમાર અને તાલુકા મહામંત્રી તરીકે ૧ પ્રકશભાઈ ગઢવી , ૨ સંજયભાઈ ભોઈ , ૩ ધર્મેન્દ્રભાઈ (ધવલભાઈ) ચૌહાણ તેમજ તાલુકા મંત્રી તરીકે ૧ ચિરાગભાઈ મેઘા , ૨ કુલદીપભાઈ ભાટિયા , ૩ જાકીરભાઈ મેમણ અને તાલુકા સહમંત્રી ૧ મનોજભાઈ જોશી , ૨ વાહીદભાઈ બેલીમ , ૩ રફીકભાઈ મનસુરી ખજાનચી તરીકે પાર્થ દીક્ષિત અને આઈટી સેલ ઈન્ચાર્જ તરીકે મિલાપ નાયકની સર્વાનુમતે નિમણૂક કરવામા આવી હતી જેને જોન પ્રભારી ભરતસિંહ અને પ્રદેશ કારોબારી કિરણભાઈ મલેશિયાએ વધાવી લઈને અભિનંદન પાઠવ્યા હતા કાર્યક્રમના અંતમા આભરવિધિ રાજેશ ચાવડાએ કરી હતી સમગ્ર કાર્યક્રમનુ સંચાલન મનોજભાઈ જોશીએ કર્યું હતુ મિટિંગ પૂર્ણ થયા બાદ પત્રકાર એકતા પરિષદના સદસ્યતા ફોર્મ ભરવા મા આવ્યા હતા અને જીલ્લા પ્રભારી સહિત ઇડર તાલુકાના પત્રકારોએ સાથે સ્વરૂચી ભોજન લીધુ હતુ
રિપોર્ટર : રિઝવાના મનસુરી હિંમતનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.