ડુઘરવાડા હાઈસ્કૂલમાં કન્યા-કિશોર કૌશલ્ય સેમિનાર યોજાયો. - At This Time

ડુઘરવાડા હાઈસ્કૂલમાં કન્યા-કિશોર કૌશલ્ય સેમિનાર યોજાયો.


ડુગરવાડામાં કન્યા-કિશોર કૌશલ્ય સેમિનાર યોજાયો.

સ્મરણ શક્તિ વધારવાના ઉપાયોની ચર્ચામાં ૩૦૦ બાળકો જોડાયા.

ગાયત્રી ચેતના કેન્દ્ર ,મોડાસાના કાર્યકરો જન સમાજમાં ઉપયોગી થાય તેવા અનેક કાર્યક્રમો ચલાવતા રહ્યાં છે. હાલમાં યુવાધનને બચાવવા ખૂબજ જરૂરી છે. જો કિશોર અવસ્થામાં જ સચોટ રાહ ચિંધનાર મલી જાય તો આ કૂમળા છોડ રુપી કન્યા-કિશોરોના કૌશલ્ય વિકાસમાં સકારાત્મક પરિણામ જરુર આવે.
અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર, શાંતિકુંજ, હરિદ્વારના માર્ગદર્શનમાં ગાયત્રી ચેતના કેન્દ્ર, મોડાસાની એક વિશેષ ટીમ દ્વારા આ કન્યા-કિશોર કૌશલ્ય અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. વિલાસિનીબેન પટેલના નેતૃત્વમાં બહેનોની ટીમ આ માટે શાળા- મહાશાળાઓમાં અભ્યાસ કરતા બાળકોમાં કૌશલ્ય વિકાસ થાય એ માટે અલગ અલગ વિષય પર કાર્યક્રમો કરી રહેલ છે.
આજે ડુગરવાડા ખાતે શ્રીમતિ એમ. કે. કડકિયા વિદ્યાલયમાં ૯ થી ૧૨ માં અભ્યાસ કરતા કન્યા-કિશોર માટે સ્મરણ શક્તિ વધારવાના ઉપાયો વિષય પર સેમિનાર યોજાયો. ચંદ્રિકાબેન પટેલે વહ શક્તિ હમે દો દયાનિધે પ્રાર્થના ગવડાવી. વિશેષ કન્યા-કિશોર કૌશલ્ય ટીમના વિલાસિનીબેન પટેલે સ્મરણ શક્તિ વધારવાના ઉપાયો વિષય પર પ્રેઝન્ટેશન સાથે બાળકોને ખૂબ જ ઝીણવટથી સમજણ આપી. કિરણબેન ભાવસારે કન્યા-કિશોર કૌશલ્ય અભિયાન વિષે સૌને માહિતગાર કર્યા. 300 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો.
શાળાના સંચાલક મંડળના પ્રમુખશ્રી સંજયભાઈ પટેલ, મંત્રીશ્રી અમૃતભાઈ પટેલ, કારોબારી સભ્યશ્રી અંબાલાલ પટેલ, શાળાના આચાર્યશ્રી ચેતનભાઈ પટેલ સહિત તમામ શિક્ષકગણ તેમજ મોડાસા કન્યા-કિશોર કૌશલ્ય અભિયાન ટીમના સુધાબેન પંચાલ, ચંદ્રિકાબેન પટેલ, મધુબેન પ્રજાપતિ, યોગીનાબેન સેવક તેમજ મોડાસા ગાયત્રી પરિવારના પ્રમુખશ્રી ધર્માભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

જીતેન્દ્ર ભાટીયા, 9429180079.
મોડાસા. અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon