ઇમરજન્સી 108 ની મદદે આવતી પોલીસ ના જવાનોને બહેનો દ્વારા રક્ષા બંધનની ઉજવણી કરવામાં આવી. - At This Time

ઇમરજન્સી 108 ની મદદે આવતી પોલીસ ના જવાનોને બહેનો દ્વારા રક્ષા બંધનની ઉજવણી કરવામાં આવી.


અમદાવાદ ના આરટીઓ સર્કલ નજીક સુભાષ બ્રિજ પોલીસ ચોકી અને એલ ડિવિઝન ટ્રાફિક પોલીસ ના જવાનોને ઇમરજન્સી 108 ની બહેનોએ રક્ષા બંધનની ઉજવણી કરવામાં આવી

ભાઈબહેનના પવિત્ર તહેવાર રક્ષા બંધન ના પ્રશંગે એલ ડિવિઝન ના પોલીસ અધિકારી અને જવાનોને રાખડી બાંધી અને મોઢું મીઠું કરાવેલ સાથે આશીર્વાદ રૂપે હંમેશા સૌની રક્ષા કરતા રહો સારા કામની મદદ રૂપે આવો અને સાથે ખડે પગે ઉભા રેહેતા ટ્રાફિક પોલીસ ના અધિકારીઓ અને ટીઆર બીના જવાનોને પણ રાખડી બાંધી મોઢું મીઠું કરાવતા આશીર્વાદ રૂપે સૌની મદદે આવતા રહો સુખી થાવ તેવા આશીર્વાદ આપેલ

ભારત તહેવારો નો દેશ છે. આપણે ધાર્મિક સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છીએ તેમાં પણ ભાઈ બહેનના પ્રેમનું પ્રતીક રક્ષા બંધન ના દિવસે બહેન ભાઈ ની કલાઈ પર રાખડી બાંધી નેઆશિષ આપે છે, અને ભાઈ બહેનના સુખ દુઃખ માં સહભાગી થવાનું વચન આપે છે તેમ જણાવતા ઈમરજન્સી 108 ટીમના અધિકારી એ જણાવ્યું હતું
પવિત્ર દિવસ ને બળવે તરીકે ઓળખાય છે, પવિત્ર દિવસે બ્રાહ્મણો જનોઈ બદલે છે માછી મારો દરિયાઈ દેવની પૂજા કરે છે આપણી અને આપણાં ભોમની રક્ષા કરતા સરહદના સંત્રીઓ પણ કોઈ બહેનના ભાઈ છે રક્ષા બંધનના વતન થી દુર, બિહામણા રણ પ્રદેશ, દરિયા કીનારે અથવા સરહદે સતત હાજર રહી સરહદના સંત્રીઓ તેમના દિલને ઓછું ન લાગે માટે દર વર્ષે લોકપ્રતી નિધિઓ સંગઠન અને સાથી મિત્રો સાથે વિવિધ બોડર ચેક પોસ્ટ પર જઈ તેમના ખમીર - સેવા અને સુરક્ષાને બિરદાવી સાથે આવેલ બહેનો દ્વારા તેમનું મોઢું મીઠું કરાવી રક્ષા સૂત્ર બાંધી તેમને આશિષ 108 ની મદદે આવતી પોલીસ ના જવાનોને બહેનો દ્વારા રક્ષા બંધનની ઉજવણી કરાઈ

રિપોર્ટ, નિતેશ બગડા, અમદાવાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image