ગોંડલ રોડ ચોકડી પાસે રસ્તો ઓળંગતા પ્રૌઢને છોટા હાથીએ ઠોકરે લેતા ઘટનાસ્થળે જ મોત
શહેરના ગોંડલ રોડ ચોકડી પાસે આવેલી શિવ હોટલ નજીક છોટા હાથીના ચાલકે કાંગસિયાળીના રોડને ઠોકરે લેતા તેમનું ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું.અકસ્માત સર્જનાર વાહન ચાલક સામે કાર્યવાહી કરવા તજવીજ આદરી છે. વધુ વિગતો મુજબ લોધિકા ના કાંગસિયાળી ગામે રહેતા વાલજીભાઈ ભીખુભાઈ ચાવડા નામના 50 વર્ષીય રોડ ગઈકાલે સાંજના સમયે ગોંડલ રોડ પર રસ્તો ઓળંગી કોઠારીયા સોલવન્ટ જવા નીકળ્યા હતા
ત્યારે ગોંડલ રોડ પર આવેલી શીવ હોટલ પાસે છોટા હાથીના ચાલકે ઠોકરે લેતા તેમને હાથે અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેઓ બેભાન હાલતમાં જ ત્યાં ઢળી પડ્યા હતા.ત્યારબાદ કોઈએ 108 ને જાણ કરતા 108 ના સ્ટાફે વાલજીભાઈ ને જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. વાલજીભાઈ ના મૃત્યુદેહને તુરંત પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.
ત્યારબાદ તેમના પરિવારજનોને પણ જાણ કરવામાં આવતા તેઓ પણ સિવિલ હોસ્પિટલે પહોંચી ગયા હતા.વાલજીભાઈ મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા તેઓને સંતાનમાં બે પુત્ર બે દીકરી હતી.તેમજ પોતે બે ભાઈ તેમજ એક બહેનમાં વચેટ હોવાનું જાણવા મળી રહ્યું છે તેમજ તેઓના પરિવારના જણાવ્યા મુજબ વાલજીભાઈ ઘરેથી કોઠારીયા મજુરી ગામે જવા નીકળ્યા હતા ત્યારે આ બનાવ બન્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.