અંકલેશ્વર ઓએનજીસી ખાતે ઓબીસી ના ક્રાંતિકારી ઠંઠાઈ પેરિયાર ની 144 મી જન્મજયંતી ની ઉજવણી કરાય - At This Time

અંકલેશ્વર ઓએનજીસી ખાતે ઓબીસી ના ક્રાંતિકારી ઠંઠાઈ પેરિયાર ની 144 મી જન્મજયંતી ની ઉજવણી કરાય


અંકલેશ્વર ઓએનજીસી ખાતે ઓબીસી ના ક્રાંતિકારી ઠંઠાઈ પેરિયાર ની 144 મી જન્મજયંતી ની ઉજવણી કરાય

ઓલ ઇન્ડિયા ઓએનજીસી ઓબીસી અને એમઓબીસી એમ્પ્લોઇઝ વેલ્ફેર દ્વારા જન્મ જયંતિ ની ઉજવણી કરાઇ : ભરૂચ જિલ્લા ના સ્કૂલ ના વિદ્યાર્થીઓ ને સ્કૂલ બેગ ,મહિલાઓને સિલાઈ મશીન નું વિતરણ કરાયું

। અંકલેશ્વર

અંકલેશ્વર ઓએનજીસી કોલોની ખાતે ઓલ ઇન્ડિયા ઓએનજીસી ઓબીસી અને એમ ઓ બી સી એમ્પ્લોઇઝ વેલ્ફેર એસોસિએશન દ્વારા ઓબીસી ના ક્રાંતિકારી ઠંઠાઈ પેરિયાર ની 144 મી જન્મ જયંતી ઉજવણી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ જિલ્લા ના વિદ્યાર્થીઓ ને સ્કૂલ બેગ અને મહિલાઓ ને સિલાઈ મશીન અને જિલ્લાની બે પ્રાથમિક શાળા ને ચેક નું વિતરણ કરવામાં આવ્યું હતું ,

ઓબીસી ના ક્રાંતિકારી અને સામાજિક ક્રાંતિ ને પ્રણેતા ઠંઠાઈ પેરિયાર ની 144 મી જન્મજયંતિ નિમિતે અંકલેશ્વર ઓએનજીસી કોલોની માં સૂર્યા ઓડિટોરિયમ ખાતે ઓલ ઇન્ડિયા ઓએનજીસી ઓબીસી અને એમ ઓ બી સી એમ્પ્લોઇઝ વેલ્ફેર એસોસિએશન અંકલેશ્વર દ્વારા ઠંઠાઈ પેરિયાર ની જન્મ જયંતિ નિમિતે ઓએનજીસી ના એસેટ મેનેજર વિજયકુમાર ગોખલે ની અધ્યક્ષતા હેઠળ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઓલ ઇન્ડિયા ઓએનજીસી ઓબીસી અને એમ ઓ બી સી એમ્પ્લોઇઝ વેલ્ફેર એસોસિએશન દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ ને સ્કૂલ બેંગ વોટરબેગ નું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે મહિલા સશક્તિકરણ ના ભાગ રૂપે જિલ્લા ની મહિલાઓને સિલાઈ મશીન આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત જિલ્લા ની 2 પ્રાથમિક શાળા ને શાળા ના વિકાસ માટે આર્થિક અનુદાન રૂપે ચેક નું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગેઓલ ઇન્ડિયા ઓએનજીસી ઓબીસી અને એમ ઓ બી સી એમ્પ્લોઇઝ વેલ્ફેર એસોસિએશન ના પ્રમુખ સુરેશ પટેલ ,,રશીદ પઠાણ ,ઓએનજીસી ના એચઆર હેડ એસ ભટ્ટાચાર્ય સહીત ઓએનજીસી ના કર્મચારી ઓ ઉપસ્થિત રહ્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image