સાયલા તાલુકાના ઢેઢુકી ગામે આગાખાન સંસ્થા દ્વારા બેઠક યોજાઇ.
કાલે સવારે સાયલા તાલુકાના ઢેઢુકી ગામે આગાખાન સંસ્થા નાં અનુસંધાને ઓર્ગેનિક ખેતી માટે માર્ગદર્શન આપવામાં આવ્યું. દિવસે ને દિવસે ખેતીમાં કેમિકલ યુક્ત તેમજ ઝેરી દવાઓ ભેળ સેળ કરી છાંટવામાં આવે છે જેના ભાગરૂપે આગાખાન સંસ્થા દ્વારા લોકોને ઓર્ગેનિક ખેતી તરફ આકર્ષવા અલગ અલગ પ્રયત્નો કરી રહ્યા છે. જેમાં પ્રેરણા પ્રવાસનું પણ આયોજન કરવામાં આવ્યું સાથે સાથે જીવામૃત અને ઘન જીવામૃત, દેશી છાણીયુ ખાતર, દેશી દવા જેવી ચીજ વસ્તુઓ વગેરે બનાવવાની સમજૂતી આપવામાં આવી. આ કાર્યક્રમમાં કાંતિભાઇ. એચ. મકવાણા. પત્રકાર જેસીંગભાઇ સારોલા, કેસરપર વિનુભાઈ ઉપસરપંચ, સાયલા આત્મારામ પ્રોજેક્ટ આગાખાન સંસ્થાના કર્મચારીઓ, ગોસળ, હડાળા, ઢેઢુકી, સામતપર અને કેસરપર જેવા અનેક ગામોમાંથી ભાઈઓ-બહેન ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ.. જેસીંગભાઇ સારોલા
બિઝનેસ પાર્ટનર.. રણજીતભાઈ ખાચર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.