રાજકોટ:અજાણ્યા ટ્રકે બાઇકને ઠોકરે લેતા પતિની નજર સામે પત્નીનું મોત

રાજકોટ:અજાણ્યા ટ્રકે બાઇકને ઠોકરે લેતા પતિની નજર સામે પત્નીનું મોત


રાજકોટના આજીડેમ ચોકડીથી માર્કેટીંગ યાર્ડ તરફ જતા સંતકબીરના નાલા પાસે અજાણ્યા ટ્રકના ચાલકે બાઈકને હડફેટે લેતા પતિની નજર સામે જ પત્નીનું મૃત્યુ નિપજયાનો બનાવ આજીડેમ પોલીસના ચોપડે નોંધાયો છે.આ બનાવ અંગે મૃતકના પતિની ફરિયાદ પરથી ટ્રક ચાલક સામે ગુન્હો નોંધવામાં આવ્યો છે.
વધુ વિગતો મુજબ,મવડીના જીવરાજ પાર્ક પાસે શ્રી દર્શન એવન્યુ એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર.102માં રહેતા અને હરીપર પાસે આવેલી ફેકટરીમાં પ્રાઈવેટ નોકરી કરતાં અનિલભાઈ સાવજીભાઈ કંટેસરિયા(પટેલ)(ઉ.વ.55)ગઈકાલે તેના પત્ની પ્રજ્ઞાબેન (ઉ.વ.50)ને બાઈક પાછળ બેસાડી ઘરેથી કુવાડવા ગામમાં રહેતા નણંદના ઘરે
બેસવા જતા હતા.
ત્યારે આજી ડેમથી માર્કેટીંગયાર્ડ તરફ સંતકબીર રોડ પર નાલા પાસે પુરપાટ ઝડપે આવેલા અજાણ્યા ટ્રકના ચાલકે તેને બાઈક સહિત હડફેટે લીધા હતા. આ અકસ્માતમાં પ્રજ્ઞાબેન અને તેના પતિ અનિલભાઈ રસ્તા પર ફંગોળાઇ જતા પ્રજ્ઞાબેનને ગંભીર ઈજા થતા તેઓને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં તેને મૃત જાહેર કર્યા હતા.
જયારે તેના પતિને સામાન્ય ઈજા થઈ હતી. બનાવ અંગે આજી ડેમ પોલીસના પીએસઆઈ એચ.બી.ગઢવી અને મેહુલભાઈએ આ અંગે મૃતકના પતિ અનિલભાઈની ફરિયાદ પરથી અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા. મૃતકને સંતાનમાં બે પુત્ર હોવાનું જાણવા મળી રહ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »