બાવળા તાલુકાનાકેશરડી ધામે જોધલપીરની જગ્યામાં મેળો ભરાયો
બાવળા તાલુકાના કેશરડી ગામે આવેલ સંતશ્રી જોધલપીર બાપાની સમાધિનો દિવ્ય અમૃત મહોત્સવ યોજવામાં આવ્યો
આસો સુદ નવરાત્રી નોમ ના દિવસે જોધલપીર બાપા નો અમૃત મહોત્સવ અને ભવ્ય લોક મેળો યોજાયો
જોધલપીરબાપાના મંદિર પર મોટી સંખ્યામાં પગપાળા ચાલતા આવે છે
ગામ લોકો નું કહેવું છે કે કેશરડી જોધલપીર બાપા એ અનેક પરચા આપેલા છે તેમા હાલમાં પણ નોમના દિવસે રાત્રીના સમયે 12 વાગ્યે ગેબી નગારાની સવા ત્રણ દાંડી પડે છે અને દશમના દિવસે ગામમાં સાંઢડીનો વરધોડો નાચતે ગાજતે સામૈયા સાથે થાય છે અને સાઢડી નાચે છે તેના ધબકારા જોધલપીરની સમાધીએ સભળાય છે આવા તો અનેક પરચા પૂર્યા છેનોમ ને રાત્રે નામી અનામી કલાકારો દ્વારા સંતવાણી નું આયોજન કરવામાં આવે છે
કોરોના ના કારણે મેળો બે વર્ષ બંધ રહ્યો હતો આ વર્ષે ભવ્ય મેળા નુ આયોજન કરવામાં આવ્યું હતુ અને ભાવિક ભક્તો માં હર્ષની લાગણી છવાઈ હતી
બે દિવસ અન્નક્ષેત્ર ચાલુ રહે છે તેમાં લગભગ ૩ લાખ જેટલા ભાવિક ભક્તો આવવાનું અનુમાન છે
અને ચાર જગ્યાએ પાર્કિંગની સુવિધા સાથે હોમગાર્ડ અને પોલિસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો
રિપોર્ટર મુકેશ ઘલવાણીયા બાવળા ધોળકા
8866945997
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.