ઉપલેટામાં કોરોના બાદ ભીમ અગિયારસના મેળાનું આયોજન થયા લોકોનું માનવ મહેરામણ ઉમટ્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/nxpd230mjnc28udk/" left="-10"]

ઉપલેટામાં કોરોના બાદ ભીમ અગિયારસના મેળાનું આયોજન થયા લોકોનું માનવ મહેરામણ ઉમટ્યું


(આશિષ લાલકીયા દ્વારા)
ઉપલેટા તા. ૧૩ જુન ૨૦૨૨, કોરોના વાયરસનાં કહેરને કારણે લગભગ તમામ તહેવારો છેલ્લા બે વર્ષથી સાદાઈથી ઉજવાય છે જ્યારે ઘણા તહેવારોની ઉજવણી મુલતવી પણ રાખવામાં આવી અને અને પ્રતિબંધો પણ મૂકવામાં આવ્યા હતા ત્યારે લોકોમાં કોરોના વાયરસનાં સંક્રમણ ફેલાય નહીં તે માટે મેળાઓ પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો ત્યારે હાલ પરિસ્થિતિ સારી હોવાને લઈએ મેળાઓ યોજવાની મંજુઓ મળતા રાજકોટના ઉપલેટા શહેરના મોજ નદી કાંઠે આવેલ સોમનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં લોક મેળાનું આયોજન થતા માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.

ઉપલેટામાં હાલ બે વર્ષ બાદ મેળો યોજાતા આ લોક મેળાનો આનંદ માણવા લોકો ઉમટ્યાં હતાં ત્યારે આ લોક મેળાનો લઈને ઉપલેટા પોલીસ દ્વારા મેળાના રસ્તાઓ પર ટ્રાફિક ના સર્જાય કે કોઈ અન્ય વિવાદ સર્જાય નહિ તે માટે બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો ત્યારે ઉપલેટામાં યોજવામાં આવેલ આ લોક મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું. કોરના વાયરસને કરને જે લોકો આ મેળામાંથી પોતાની કામની કરીને ગુન્રત ચલાવતા તે લોકો માટે હાલ આ મેળાઓ બે વર્ષ બાદ આર્થીક ફાયદો મળે તે માટે જણાઈ આવે છે ત્યારે હાલ આ મેળાઓ શરૂ થતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે ત્યારે હાલ કોરોન અપન મહંદ અંશે ગતિ પકડી રહ્યો હોવાનું પણ સામે આવી રહ્યું છે જેથી લોકોએ થોડુક સતર્ક પણ રહેવું જોઈએ તેવું પણ જણાઈ આવે છે.

તસ્વીર/અહેવાલ:- આશિષ લાલકીયા, ઉપલેટા (રાજકોટ)
મો. ૯૦૧૬૨૦૧૧૨૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]