મુળી આમ આદમી પાર્ટી નાં દિલ્હી પંજાબ ના મહિલા કાર્યકરો દ્વારા પ્રચાર કાર્ય શરૂ - At This Time

મુળી આમ આદમી પાર્ટી નાં દિલ્હી પંજાબ ના મહિલા કાર્યકરો દ્વારા પ્રચાર કાર્ય શરૂ


*મુળી તાલુકાનાં ગામોમાં આમ આદમી પાર્ટી નો પ્રચાર પ્રસાર જેટગતીએ શરૂ*

*પંજાબ નાં મહિલા કાર્યકરો ઘરઘર સુધી પ્રચાર કાર્ય ની કામગીરી ની શરૂઆત*

ચોટીલા વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટી નાં ઉમેદવાર રાજુભાઈ કરપડા નાં પ્રચાર માટે પંજાબ થી મહિલા આગેવાનો આવી પહોંચ્યા છે ત્યારે મુળી તાલુકાનાં ગામોમાં આમ આદમી પાર્ટી દ્વારા ઘરઘર સુધી પ્રચાર પ્રસાર અભિયાન અંતર્ગત બહેનોની ટીમ ફરી રહ્યા છે ત્યારે રાજકીય રીતે ગરમાવો ધીરે-ધીરે આવી રહ્યો છે ત્યારે કાર્યકરો દ્વારા પત્રીકા વિતરણ કાર્યક્રમ સાથે ખાટલા બેઠક નો દોર શરુ થયો છે જેમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો ને ઉત્સાહ વધારતાં સમાચાર સાથે સર્વે મુજબ ચોટીલા વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટી નાં ઉમેદવાર રાજુભાઈ કરપડા નો વિજય નો સર્વે આવતાં કાર્યકરો માં ઉત્સાહ દેખાઈ આવે છે સુરેન્દ્રનગર જિલ્લામાં આમ આદમી પાર્ટી ચોટીલા થી ખાતું ખોલાવી શકે છે તેમ સર્વે આવેલ છે ત્યારે વધું મહેનત માટે પંજાબ દિલ્હી થી આપ નાં મહિલા કાર્યકરો ની રીતસર ફૌજ ઉતરી પડી છે અને ખાસ મહિલા મીટીંગ યોજી ગેરંટી કાર્ડ વિતરણ કરવામાં આવે છે જેમાં મુળી તાલુકાનાં મહિલા પ્રમુખ અશોકભાઇ પટેલ,વિહાભાઈ રબારી,કીશોરભાઈ સોળમીયા, અજીતસિંહ પરમાર સહિત ની ટીમ ગામડાં અને વાડી વિસ્તારમાં જોરશોરથી પ્રચાર પ્રસાર અભિયાન શરૂ કર્યું છે
*રામકુભાઈ કરપડા મુળી*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon