જુનાગઢ જિલ્લાના ગૌરવવંતા આંતરરાષ્ટ્રીય વિઝ્યુઅલ આર્ટિસ્ટ ચિંતન ઝાલાવાડીયાનું ફરી એકવાર સાઉથ કોરિયામાં એક્ઝિબિશન  - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/nxbty9zgozvk5auu/" left="-10"]

જુનાગઢ જિલ્લાના ગૌરવવંતા આંતરરાષ્ટ્રીય વિઝ્યુઅલ આર્ટિસ્ટ ચિંતન ઝાલાવાડીયાનું ફરી એકવાર સાઉથ કોરિયામાં એક્ઝિબિશન 


દક્ષિણ કોરીયામાં આર્ટ સમિટમાં દેશ-વિદેશના ચિત્રકારો તથા કોરીયન લોકોએ ચિત્ર કૃતિઓ બિરદાવી

 કેશોદમાં રહેતા  ગોરધનભાઈ ઝાલાવાડીયા જેઓને નાનપણથી ચિત્રનો અનહદ શોખ રેતી ચિત્રો બનાવામાં એટલી માહીર કલા કે રેતી ચિત્રની આબેહુબ કૃતીઓ બનાવે જે કલાને રાજ્યપાલ અને મુખ્યમંત્રી સહીતે બિરદાવી સન્માન પત્ર આપેલ રેતી ચિત્રની કલા સાથે શિક્ષક તરીકે પણ શ્રેષ્ઠ કામગીરીથી રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલના વરદ હસ્તે શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ પણ મેળવ્યો હતો  વડાપ્રધાન રાજ્યપાલ શિક્ષણમંત્રી સહીતના વરદ હસ્તે સન્માન પત્ર મેળવ્યાછે શ્રેષ્ઠ શિક્ષક તો રહ્યા સાથે શ્રેષ્ઠ ચિત્રકારનું બિરૂદ પણ મેળવ્યું એવી અનહદ ચિત્ર કલા અને એના કરતા પણ એક ડગલું આગળ તેમના દિકરા ચિંતન ઝાલાવાડીયા કે જેમને વારસામાં કલા મળી હોય એમ એમના ચિત્રોએ વિદેશીઓના પણ મન મોહિ લીધા છે  , મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી  ફાઈન આર્ટસ  જે એક ખાનગી કંપનીએ  એશિયાની નંબર વન ફાઇન આર્ટસ કોલેજ જાહેર કરી હતી જેમાં ચિંતન ઝાલાવાડીયા એ બેચલર અને માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી હતી અને દેશ વિદેશોમાં ઘણા એક્ઝિબિશન કર્યા અને આંતરરાષ્ટ્રીય તરીકેની ખ્યાતિ પ્રાપ્ત કરી.

  

તાજેતરમાં દક્ષિણ કોરીયા ખાતે આર્ટ સમિટનું આયોજન કરાયુ હતું જેમાં મુળ સોરઠના વતની વિઝ્યુલ આર્ટિસ્ટ ચિંતન ઝાલાવાડીયાની કલા એ  કલા પારખુ કોરીયન લોકોના ઉમદા પ્રતિભાવ પ્રાપ્ત કર્યા હતાં તેની સેન્સ ઓફ હ્યુમર, સેટાયર, ઈમોશનલ સહિતનાં ભાવ દર્શાવતી કૃતિઓ વખાણાઈ હતી અને તેમની કૃતિઓ લાખોની કિંમતમાં ખરીદી પણ હતી

દક્ષિણ કોરીયાના બુસાન શહેર ખાતે ગત તા.૧ થી ૫ ડિસેમ્બર દરમિયાન BIAF ટ્રસ્ટ દ્વારા યોજાયેલ આ આર્ટ સમિટમાં ભારતના ચિંતન ઝાલાવાડીયા ને આમંત્રિત કરવામાં આવ્યા હતા,યુએસ ,કેનેડા, ઇન્ડોનેશિયા, યુરોપ જેવા અનેક દેશોના કલાકારોએ કલાકૃતિ દર્શાવી.

કટેમ્પરરી કલાકારોની આ સમિટમાં મુળ જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના ખાંભલા ગામના તથા હાલમાં વડોદરા ખાતે રહેતા ચિંતન ઝાલાવાડીયાની ચિત્ર કૃતિઓએ લોકોનું ધ્યાન ખેંચ્યુ હતું તેમની સેન્સ ઓફ હ્યુમર, સટાયર, ઈમોશનલ તેમજ એફેક્શન જેવા વિવિધ કેટેગરીના ચિત્રોને કોરીયન કલા પારખુઓએ ખુબ બિરદાવ્યા હતાં  આ સમિટમાં આર્ટ ઈન્વેસ્ટરોએ પણ ખુબ રસ દાખવ્યો હતો.

 જેમ રીયલ એસ્ટેટ, ગોલ્ડ ,સિલ્વર , રીયલ ડાયમંડ ,શેર માર્કેટ જેમ મૂડી રોકાણ થતું હોય છે તેમ કટેમ્પરરી આર્ટિસ્ટના આર્ટમાં મા મૂડી રોકાણ થતું હોય છે જે લાંબા સમય દરમિયાન સારો મુનાફો આપે છે અને  જેમ આ આર્ટ સમિટ મા ચિંતન ઝાલાવાડીયા ની લાખોમાં કૃતિઓ વેચાઈ છે અને ખરીદારો ઉદ્યોગપતિઓ તેમના કામમાં મૂડી રોકાણ કરે છે, આમ ચિત્ર દ્વારા જ વિવિધ ભાવો ઉત્પન્ન કરવા અને ચિત્ર દ્વારા જ લોકોને હસાવવા કે લાગણીવશ કરી દેવા તે આ ચિત્ર કલાકારની હથરોટી છે અગાઉ પણ અનેક દેશોમાં યોજાયેલ  કટેમ્પરરી આર્ટ સમિટમાં તેમણે તેમણે પોતાની કલાકૃતિઓ દર્શાવી હતી, અને આંતરરાષ્ટ્રીય કલાકાર તરીકેની પદવી પ્રાપ્ત કરી હતી ત્યાં પણ લોકોનો ઉમદા પ્રતિભાવ મળ્યો હતો તેમની કલાકૃતિઓ અંબાણી થી લઈ અનેક ઉદ્યોગપતિઓના આર્ટ કલેક્શનમાં છે આગામી માર્ચ મહિનામાં આર્ટ સમિટમાં દુબઈ ખાતે યોજાનાર  પ્રદર્શનીમાં પણ તેઓ ની કૃતિઓ જોવા મળશે અને ચિંતન ઝાલાવડીયાને લલિત કલા ગવર્મેન્ટ પુરસ્કાર અને અન્ય પુરસ્કાર મેળવ્યા અને દેશ વિદેશમાં નામ રોશન કર્યું

ચિંતન ઝાલાવડીયાની કૃતીઓ ત્રણ લાખ વિસ હજાર અને છ લાખમાં વેચાણ થાયછે  ગૌરવ પુરસ્કાર મેળવનાર ચિંતન ઝાલાવડીયાએ જુનાગઢ જિલ્લા સાથે ગુજરાતભરનું નામ રોશન કર્યુંછે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]