ધંધુકા તાલુકાના પડાણા ગામતી સીમમાં જંગલી જાનવરના આંટાફેરા
અમદાવાદ જીલ્લા ના ધંધુકા તાલુકાના પડાણા ગામતી સીમમાં જંગલી જાનવરના આંટાફેરા
ધંધુકા તાલુકા ગ્રામ્યમાં જંગલી જાનવરે દેખા દેતા સ્થાનિક લોકોમાં ભય ફેલાયો
એક વ્યકિતને સામાન્ય ઇજા પણ કરી વન્ય પ્રાણી નાસી છુટ્યું.
અમદાવાદ જીલ્લા ધંધુકા તાલુકાના પડાણાં ગામની સીમમાં જંગલી પ્રાણીએ દેખા દેતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. તેમાંય શીયાળાના દિવસોમાં જંગલી પ્રાણીએ દેખા દેતા સીમમાં ખેતમજુરો અને ખેડુતો ભયભીત બન્યા છે.
ધંધુકા તાલુકામાં ઘણા વર્ષોથી શીયાળાના દિવસોમાં દિપડા આવતા હોય છે. સૌ પ્રથમ વખત રતનપર ગામે દિપડો ઘુસી ગયો હતો અને ત્રણ લોકોને ઘાયલ પણ કર્યા હતા. જો કે લોકો અને વન વિભાગના કર્મીઓની હાજરીમાં હિંસક દિપડાનો અંત લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ પણ દિપડાઓએ દેખા દેવાનુ ચાલુ જ રાખ્યુ છે. ત્યારે પડાણા ગામની સીમમાં કોઇ હિંસક પ્રાણી દેખાયુ હોવાની વાત બહાર આવતા જ લોકોમાં ફફડાટ ફેલાયો હતો. હાલ સીમ વિસ્તારમાં આવેલ ખેતરોમાં ઘઉં, ચણા અને કપાસની સીઝન ચાલી રહી છે. મોટાભાગે ખેડૂતો અને શ્રમિકો રાત્રે ખેતી કામમાં હોય ત્યારે જંગલી પ્રાણી દ્વારા હુમલાનો સતત ભય સતાવી રહયો છે. આ સંદર્ભેવનવિભાગને જાણ કરાતા વનકર્મીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને પાણીના પંજાના નિશાનને આધારે તેની ઓળખ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પંજાના નિશાનને વનવિભાગના નિષ્ણાંતો પાસે મોકલી કયુ પ્રાણી છે તેની ઓળખ કરાઇ રહી છે. જો કે હાલ વન વિભાગ ધંધુકાના આર એફ ઓ એ પડાણાના સરપંચને પત્ર લખીને કોઇ જંગલી પ્રાણી આ વિસ્તારમાં દેખાયુ છે, ત્યારે લોકોને સાવચેત રહેવા જણાવ્યુ છે. ધંધુકા પંથકમાં ફરી એકવાર જંગલી પ્રાણીના પંજાના નિશાન મળતા લોકો ભયભીત બન્યા છે. ત્યારે વન વિભાગ પાસે પ્રાણીની ઓળખ કરીને તેને ઝડપી પાડવાની અપીલ કરી રહયા છે.વન વિભાગે પંજાના નિશાનને આધારે શિયાળામાં નીકળતા અને આ વિસ્તારમાં રહેતા નાર કે ઘોરખોદીયા જેવુ પાણી હોવાનુ જણાવ્યુ છે. છતાં લોકોને જંગલી પ્રાણીથી સાવધ રહેવા પણ જણાવ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.