શરમ કરો શરમ સત્તા નાં મદ માં ભાન ભૂલી જતા પાલિકા નાં સતાધીશો રેલવે ટ્રેક ને અડી ને જમણી બાજુ સીસી રોડ બનાવી શકે તો ડાબી બાજુ NA નો હઠ કેમ ? દબાણદારો નાં ધૂટણીએ પડતા શાસકો
શરમ કરો શરમ સત્તા નાં મદ માં ભાન ભૂલી જતા પાલિકા નાં સતાધીશો રેલવે ટ્રેક ને અડી ને જમણી બાજુ સીસી રોડ બનાવી શકે તો ડાબી બાજુ NA નો હઠ કેમ ? દબાણદારો નાં ધૂટણીએ પડતા શાસકો
દામનગર શહેર ની સોથી મોટી આર્થિક પછાત વસાહત ખોડીયારનગર નાં રહીશો અને ૩૫ થી વધુ ખેડૂતો ની ૮૦૦ વિધા થી વધુ ખેતી ની જમીન ની રેવન્યુ રસ્તા વાંકે ભારે લાચારી ભોગવી રહ્યા છે ખોડિયારનગર નાં રહીશો ની દયનીય હાલત કપડાં જેમ રસ્તા નાં પેવર બ્લોક ને વિકાસ નું નામ આપી રહ્યા છે પણ પ્રાથમિક સુવિધા માટે લબડતા શહેરીજનો ને વર્ષો થી સ્થાનિક પાલિકા મામા બનાવી રહી છે રેલવે ટ્રેક ની એકબાજુ પાલિકા સીસી રોડ રેલવે ટ્રેક ને અડી ને બનાવી શકિત હોય તો બીજી બાજુ NA કરવા નો હઠ કે દબાણદારો નું હિત ? ત્રણ હજાર થી વધુ ગરીબ વ્યક્તિ ઓને માત્ર ત્રણ ચાર દબાણદારો નાં બાન રાખવા નું કારણ શું ?
ખોડીયારનગર નાં રહીશો અને ખેડૂતો ને કાયમી રસ્તો મળે તે માટે જિલ્લા કલેકટર ની અધ્યક્ષતા માં સંકલન માં સરકારી તંત્ર નાં હકારાત્મક વલણ થી રેલવે તંત્ર એ પણ રસ્તા માટે કાયમી જમીન આપી પછી રસ્તો કેમ નહિ ? દામનગર સ્થાનિક પાલિકા તંત્ર ની દાનત સાફ નથી રેલવે રેવન્યુ સહિત નાં તંત્ર એ મંજુરી પણ પાલિકા ને દુખે છે પેટ માં ને કુટે છે માથું
નગરપાલિકા અધિનિયમ ૧૯૬૫ ની સ્પષ્ટ જોગવાઈ છે કે રસ્તા આકારવા કરોડો નું કોમ્પલેક્ષ આવતું હોય તો પણ તેને સંપાદન કરી ખરીદી તેને પાડી ને પણ શહેરીજનો ને રસ્તો આપવો પણ સતાધીશો ફાકા ફોજદારી કરી વિકાસ વિકાસ ની આંધળી દોટ માં પોતા ની પેવર બ્લોક ની દુકાનો ચલાવતા સતાધીશો ને ખોડિયારનગર નાં રહીશો અને ખેડૂતો ને પ્રાથમિક સુવિધા આપવામાં વાંધો શુ ? રેલવે ટ્રેક ને અડી ને જમણી બાજુ સીસી રોડ બની શકે તો ડાબી બાજુ શું વાંધો ? કરોડો ની રકમ વિકાસ નાં નામે બિન જરૂરી રીતે વાપરી. કાયમી નાણાંકિય ઉચાપત કરી શકાય તો શહેરીજનો પ્રાથમિક સુવિધા ન આપી શકાય ? આર્થિક પછાત વસાહત નાં રહીશો અને ખેડૂતો ને રસ્તો આપો એ ઉપકાર નથી તેમનો હકક છે સતા અને સામર્થ્ય કાયમ નથી લોકો મે ટટળાવવા નું બંધ કરો
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.