સત્યમ પાર્કમાં કામ કરવા મામલે ઝઘડો થતા પિતા-પુત્રીએ ઝેરી દવા પીધી - At This Time

સત્યમ પાર્કમાં કામ કરવા મામલે ઝઘડો થતા પિતા-પુત્રીએ ઝેરી દવા પીધી


આજી ડેમ ચોકડી નજીક સત્યમ પાર્કમાં ઘરકામ કરવા મામલે પિતાએ પુત્રીને ઠપકો આપતા ઝેરી દવા પીધી હતી. જેનું લાગી આવતા પિતાએ પણ આપઘાતનો પ્રયાસ કરતા બન્નેને સારવારમાં હોસ્પીટલે ખસેડાયા હતા. બનાવની વિગત અનુસાર, આજી ડેમ ચોકડી પાસે સત્યમ પાર્કમાં રહેતા હિતેષભાઈ રમણીકભાઈ વ્યાસ (ઉ.વ.40) ગઇરાત્રે પોતાના ઘરે હતા
ત્યારે તેની પુત્રી વૈશાલી (ઉ.વ.19)ને ઘરકામ મામલે ઠપકો આપ્યો હતો. જેનું માઠુ લાગી આવતા વૈશાલીએ ઘરમાં પડેલી ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેની જાણ તેના પિતાને થતા તેને પણ ભયના માર્યા ઝેરી દવા ગટગટાવી લીધી હતી. બાદ બન્નેને અત્રેની સીવીલ હોસ્પીટલે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે આજી ડેમ પોલીસને જાણ કરતા સ્ટાફ દોડી આવ્યો હતો. અને નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી હતી. વધુમાં હિતેષભાઈ ડ્રાઈવીંગ કામ કરે છે અને વૈશાલી ઘરકામ તેમજ ત્રણ ભાઈ બહેનમાં મોટી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.