બોટાદ જિલ્લામાં જે નાગરિકોએ છેલ્લા દસ વર્ષથી વધુ સમયથી આધારકાર્ડ અપડેટ કરાવેલા ન હોય તેમણે આધારકાર્ડ અપડેટ કરાવવા જોગ
બોટાદ જિલ્લામાં જે નાગરિકોએ છેલ્લા દસ વર્ષથી વધુ સમયથી આધારકાર્ડ અપડેટ કરાવેલા ન હોય તેમણે આધારકાર્ડ અપડેટ કરાવવા જોગ
છેલ્લા દસ વર્ષથી આધારકાર્ડ ઓળખનાં પુરાવા તરીકે સૌથી વ્યાપક છે,ત્યારે સરકારી સેવાઓનો લાભ લેવા માટે આધારકાર્ડ અનિવાર્ય દસ્તાવેજ છે તાજેતરમાં,યુનિક આઇડેન્ટીફિકેશન ઓથોરીટી ઓફ ઈન્ડીયા(યુ.આઈ.ડી.એ.આઈ)ભારત સરકારની તા.૧૧-૧૨-૨૦૨૩ની યાદી મુજબ જે નાગરિકોએ ૧૦ વર્ષથી વધુ સમય પહેલા આધારકાર્ડ કઢાવ્યું હોય અને આ સમયગાળા દરમિયાન કોઈ ડેમોગ્રાફિક(ઓળખ અને રહેઠાણના પુરાવા)આધારમાં અપડેટ કરવામાં આવ્યા ન હોય તો તેમણે સરકારી સેવાઓનો અવિરત લાભ લેવા માટે નિયત કરેલા દસ્તાવેજો સાથે આધાર અપડેટ કરાવી લેવા જાહેર અપીલ છે.આધાર અપડેટ કરાવવા માટે સરકાર દ્વારા રૂા.૫૦નો દર નક્કી કરવામાં આવ્યો છે.જેના માટે નજીકના આધાર નોંધણી કેન્દ્રનો સંપર્ક કરવાનો રહેશે.તેમજ ભારત સરકાર દ્વારા MY Aadhaar Portal પર તા. ૧૪/૦૩/૨૦૨૪ સુધી આધારમાં ડોક્યુમેન્ટ અપડેટ કરાવવાની સેવા વિનામૂલ્યે કરવામાં આવે છે,જેની જાહેર જનતાએ નોંધ લેવા બોટાદના નિવાસી અધિક કલેકટર દ્વારા જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.