પોરબંદરની ડો. વી. આર. ગોઢાણિયા ઇન્સ્ટિટયૂટ ઓફ યોગ કોલેજમાં ગીતા જયંતીની ઉજવણી કરાઈ.
કો-ઓર્ડીનેટર જીવાભાઇ ખુંટીને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સન્માનિત કરાયા.
ગોસા(ઘેડ)તા.૧૧/૧૨/૨૦૨૪
પોરબંદરની શ્રી માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટ સંચાલિત શિક્ષણ શિસ્ત અને સંસ્કાર ઘડતર કરતી ડો. વી. આર. ગોઢાણીયા કોલેજમાં ઇન્સ્ટિટયૂટ ઓફ યોગ કોલેજ દ્વારા ગીતા જ્યંતી ની ઉષ્માભરી ઉજવણી કરવામાં આવી હતી.આ તકે કુતિયાણા નગરપાલિકાએ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદગી કરેલ ગોઢાણીયા યોગ કોલેજના ડાયરેક્ટર જીવાભાઇ ખૂટીને ટ્રસ્ટ ના પ્રમુખ અને જાણીતા દાતા અને શિક્ષણ પ્રેમી ડોક્ટર વિરમભાઈ ગોઢા ણીયાના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.
શ્રીમદ ભાગવત ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા સર્વ ધર્મના આચરણ માટેની શિખ આપી છે. આથી શ્રીમદ ભાગવત ગીતા દરેક વ્યક્તિને પોતાનું કર્તવ્ય બજાવવાનો બોધ આપે છે. આ પ્રકારની શિખામણ ગોઢાણિયા કોલેજના ટ્રસ્ટ ના પ્રમુખ અને જાણીતા દાતા અને શિક્ષણ પ્રેમી ડોક્ટર વિરમભાઈ ગોઢા ણીયાએ પોરબંદરની યુવા પેઢીને શિખામણ આપી હતી.
પોરબંદરની શ્રી માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટ સંચાલિત શિક્ષણ શિસ્ત અને સંસ્કાર ઘડતર કરતી વેરાવળ સોમનાથ યુનિવર્સિટી સલગ્ન છેલ્લા ત્રણ વર્ષથી ડિપ્લોમા યોગ અભ્યાસક્રમ ચલાવતી પોરબંદરની ડો. વી. આર. ગોઢાણીયા ઇન્સ્ટિટયૂટ ઓફ યોગ કોલેજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગીતા જયંત ની ઉજવણી કરવામાં આવી હતી.
જયંતિ ની ઉજવણીના કાર્યક્રમના પ્રારંભમાં ડો. વી. આર. ગોઢાણીયા યોગ કોલેજના ડાયરેક્ટર જીવાભાઈ ખુંટીએ શ્રીમદ ભાગવત ગીતા ના શ્લોક" યોગ કર્મશું કૌશલ્ય" યોગનો અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ પોતાના કોઈપણ વ્યવસાય માં સફળ થાય છે. ગીતા ૧૮ અધ્યાય અને ૭૦૦ શ્લોક ધરાવતી ભગવદ ગીતાએ વૈશ્વિક ગ્રંથ ગણાવી સૌ મહાનુભવોને મીઠો આવકાર આપ્યો હતો.
આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ જાણીતા દાતા અને શિક્ષણ પ્રેમી ડોક્ટર વિરમભાઈ ગોઢા ણીયાએ યોગ કોલેજ પ્રતિ વર્ષ ગીતા જયંતીની ઉજવણી કરે છે. તે માટે યોગ કોલેજને અભિનંદન આપ્યા હતા. અને જણાવ્યું હતું કે શ્રીમદ ભાગવત ગીતામાં શ્રી કૃષ્ણ દ્વારા સર્વ ધર્મનું આચરણ કરવાનો ઉલ્લેખ કરાયો છે. આખી શ્રીમદ ભાગવત ગીતા દરેક વ્યક્તિને કર્તવ્ય ભાવનાનો બોધ આપે છે. કર્તવ્ય પથના ત્રણ કર્મ સ્થભ છે. ક્રિએટિવિટી. કમિટમેન્ટ અને કોમ્યુનિકેશન આથી પોતાનો સ્વધર્મ કર્તવ્ય નિષ્ઠાથી બચાવવા બચાવવાની શીખ આપી હતી.
આ પ્રસંગે પોરબંદરની ડો. વી.આર.ગોઢાણિયા બી.એડ કોલેજના ડાયરેક્ટર અને જાણીતા કેળવણી કાર ડો. ઈશ્વરભાઈ ભરડા એ જણાવ્યું હતું કે પોરબંદરમાં જન્મેલા વિશ્વ વિભૂતિ મહાત્મા ગાંધીજીને ભગવદ ગીતામાં અખૂટ શ્રદ્ધા હતી. બાપુ પોતે તો શ્રીમદ ભાગવત ગીતાનો નિત્ય પાઠ કરતા જ હતા. સાથો સાથ પોતાના સંપર્કમાં આવનાર સૌને બાપુ શ્રીમદ ભાગવત ગીતાનો પાઠ કરવા અનુરોધ કરતા હતા. મહાત્મા ગાંધી કહેતા " જ્યારે જ્યારે મને સંકટ આવે છે ત્યારે હું ગીતા માતાના શરણે જાઉ છું". લોકમાન્ય તિલક, શ્રી વિનોબા ભાવે,હેનરી ડેવિડ થોરો, ટી.એસ.ઈલિયેટ, ફિલિક્સ ગ્લાસ અને ઈમ ર્સન જેવા વિશ્વના મહાન ચિંતકો ગીતા પ્રત્યે ગજબની આસ્થા ધરાવતા હતા.
આ પ્રસંગે ડો.વી.આર. ગોઢાણીયા મહિલા કોલેજના પ્રિન્સિપાલ ડો. કેતનભાઇ શાહે જણાવ્યો હતું કે શ્રીમદ ભગવત ગીતા એ આધ્યાત્મિક મૂલ્યનો ગ્રંથ છે. કુરુક્ષેત્રના મેદાનમાં શ્રી કૃષ્ણ ભગવાને શ્રી અર્જુનને ધર્મના જ્ઞાનરૂપી ગીતાજી નો ઉપદેશ આપ્યાને ૫૧૬૧ જેટલા વર્ષ થઈ રહ્યા છે. જેના અનુસંધાને શ્રીમદ ભગવત ગીતાનું મહાત્મય ઉજાગર કરવા દર વર્ષે ગીતા જયંતિ પર્વ ભારત ભરમાં ઉજવણી કરવામાં આવે છે. યોગ કોલેજ દર વર્ષે ગીતા જયંતિની ઉજવણી કરે છે. તે બદલ અભિનંદન પાઠવ્યા હતા.
ઉલ્લેખની છે કે આગામી સત્રથી શાળાઓમાં ધોરણ ૬ થી૧૨ ના ધોરણોમાં શિક્ષણ વિભાગ દ્વારા બાળકોમાં નાનપણથી જ સત્ય, સહજીવન, સંસ્કૃતિ, સહિષ્ણુતાના ગુણો ખીલે તે અનુસાર શ્રી ભગવત ગીતામાં સમાવિષ્ટ ભૂલ્યો અને સિદ્ધાંતો ના અભ્યાસક્રમ નો પરિચય કરવાનું અમલીકરણ થશે.આથી આ આધ્યાત્મિક મૂલ્યોને ઉજાગર કરવા ગીતા જયંતી ઉજવણીના આયોજન કરવામાં આવેલ છે.
આ તકે ગોઢાણીયા સંકુલ ટ્રસ્ટની ઓફિસ ખાતે પોરબંદરની ગોઢાણીયા યોગ કોલેજના કો.ઓડીનેટર જીવાભાઇ ખૂંટી ને વર્ષોથી નિસ્વાર્થ ભાવે યોગ શિક્ષણ, આયુર્વેદિક, વ્યસન મુક્તિ, પર્યાવરણ, ગૌ સેવા, સ્વાધ્યાય જેવી અનેક રચનાત્મક પ્રવૃતિ કરવા બદલ કુતિયાણા નગરપાલિકાએ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જીવાભાઈ ખૂંટીની પસંદગી થતા તેઓનું ટ્રસ્ટના પ્રમુખ જાણીતા દાતા અને શિક્ષણ પ્રેમી ડોક્ટર વિરમભાઈ ગોઢાણીયાના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત શ્રીમદ ભાગવત ગીતાની જન્મ જયંતી ઉજવણી અંતર્ગત ગુજરાત યોગ બોર્ડ દ્વારા પોરબંદરની ગોઢાણીયા યોગ કોલેજના વિદ્યાર્થીઓમાં પરેશભાઈ દુબલ, કિરણબેન થાકવાની, ઉર્મિલાબેન પાંજરીની યોગ કોચ તરીકે નિમણુક થતા તેમજ પોરબંદર યોગ સ્પર્ધામાં પ્રથમ વિદ્યાર્થી રામભાઈ વિસણા, જાગૃતીબેન પાંજરી દ્વિતીય અને મનિષાબેન મોતી વરસ તૃતીય સ્થાને વિજેતા થતા તેઓનું ઉષ્મા વસ્ત્ર અને ઇસ્કોન શ્રીમદ ભાગવત ગીતા અર્પણ કરી આપ કે સન્માનિત કરવામાં આવ્યા હતા.
હા શ્રીમદ ભાગવત ગીતા જયંતિની ઉજવણી ના કાર્યક્રમમાં ગોઢાણીયા મહિલા કોલેજના પ્રિન્સિપાલ ડો.કેતન ભાઈ શાહ, કો-ઓર્ડીનેટર, જીવાભાઇ ખુંટી, કેળવણી કાર ડો. ઈશ્વરભાઈ ભરડા, ના અંગત સિક્રેટરી કમલેશભાઈ થાનકી, ડો. જયશ્રીબેન પરમાર સહિત કોલેજ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. બાળકોમાં આધ્યાત્મિક મૂલ્યોનું સિંચન વિકાસ માટે શ્રીમદ ભાગવત ગીતાની જન્મ જયંતિ ઉજવવા બદલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને પોરબંદરના ધારાસભ્ય અર્જુન ભાઈ મોઢવાડીયા,ટ્રસ્ટી ભરતભાઈ ઓડેદરા, શ્રીમતી શાંતિબેન ઓડેદરા, શ્રીમતી જયશ્રીબેન ગોઢાણીયા, ભરતભાઈ વિસાણા સહિતના ટ્રસ્ટ ગણે અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.
રિપોર્ટર:-વિરમભાઈ કે. આગઠ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.