સાયલા ની પ્રાથમિક શાળા દ્વારા સ્થાપના દિવસ તથા ૩૧ ડિસેમ્બર ની ઉજવણી બાળકોના કિલ્લોલ સાથે કરાઈ
શ્રી નાનચંદ્રજી મહારાજ પે સેન્ટર શાળા નં-૩ સાયલાનો શાળા સ્થાપના દિવસ ૩૧ ડીસેમ્બર ને દિવસે શાળાના બાળકો અને શિક્ષકો દ્વારા અનોખી રીતે ઉજવ્યો હતો.
આચાર્ય,એસએમસી સભ્યો અને શાળાના શિક્ષકોના આયોજન થકી તે દિવસે થોરિયાળી મુકામે આવેલ પૂજ્ય જાદરાબાપુની જગ્યાએ બાળકોના રમત ઉત્સવ,તિથિ ભોજન અને પ્રકૃતિ દર્શન સાથેનો ત્રિવિધ કાર્યક્રમ થકી યોજાયો.પૂજ્ય જાદરાબાપુની આહલાદક અને નયનરમ્ય,પ્રકૃતિ અને વૃક્ષોના સૌંદર્યથી ભરપૂર જગ્યામાં બાળકો મન મૂકીને રમ્યા,મહાલ્યા સાથે આનંદ કર્યો.
શાળાના શિક્ષકોના આયોજન મુજબની વિવિધ રમતો,હરીફાઈ સાથે બાળગીતો સાથેનો બાળકોનો આનંદ અનેરો હતો.સૌએ દર્શન સાથે ભક્તિ,શક્તિ,તરવરાટ,ઉમંગ,ઉલ્લાસભર્યા નિર્દોષ ભાવે સ્થાપના દિનને માણ્યો
નિવૃત્ત શિક્ષક ચંદ્રકાંતભાઈ સોલંકી તરફથી તમામ દીકરીઓને સ્વાદિષ્ટ પ્રીતિ ભોજન કરાવ્યું.ચંદ્રકાન્તભાઈ દ્વારા અભિનયગીત સાથે બાળ રમૂજ કરાવી.
રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે
