વેરાવળ વલ્લભાચાર્યજી પ્રાગટ્ય મહોત્સવ વૈષ્ણવ સમાજ દ્વારા ભવ્ય રીતે ઉજવાશે
વેરાવળ વલ્લભાચાર્યજી પ્રાગટ્ય મહોત્સવ વૈષ્ણવ સમાજ દ્વારા ભવ્ય રીતે ઉજવાશે
પુષ્ટિ સંપ્રદાય સુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ સ્થાપક અખંડ ભુમંડલાચાર્ય શ્રીમદ્ વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજીના ૫૪૭ માં પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી વેરાવળ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કીર્તન મંડળ, મહીલા સત્સંગ મંડળ તથા પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સમાજ દ્વારા ભવ્ય રીતે કરવામાં આવશે.માધવરાયજી મહારાજશ્રીની અધ્યક્ષતામાં તા.4ને શનિવારના મહાપ્રભુ શ્રીમદ્ વલ્લભાચાર્ય ચરણના ૫૪૭ મો પ્રાગટ્ય ઉત્સવ અલોકીક રીતે મનાવશે.જેમાં બપોરે 4 કલાકથી શ્રી ગોવર્ધનનાથજી હવેલી, શ્રીપાલ ચોક શોભાયાત્રા ત્યાંથી પ્રસ્થાન થશે.
ભવ્ય શોભાયાત્રા શ્રીપાલ ચોક, ગીતાનગર થઈ ૬૦ ફુટ રોડ થઈ ભવાની હોટલ, પદમ ટ્રાન્સપોર્ટ, રેયોન, બસ સ્ટેન્ડ પસાર કરી ટાવરચોકમાં પૂર્ણ થશે. ત્યારબાદ બધા વૈષ્ણાવોએ નૃસિંહ બાગ, મોટી હવેલીમાં શયનમાં ફૂલમંડલીના દર્શન દંડવત, ચરણસ્પર્શનો અલૌકિક આનંદ પ્રાપ્ત થશે. ત્યારબાદ દરેક વૈષ્ણવજનોએ મહાપ્રસાદ નું આયોજન છે તેમ એક યાદીમ
દ્વારકાધીશ, હવેલી ટ્રસ્ટ (શ્રી ગોર્વધનનાથજી હવેલી), વેરાવળ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કીર્તન મંડળ , પુષ્ટિમાર્ગીય મહિલા સત્સંગ મંડળ તથા વેરાવળ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સમાજ-દ્વારા જણાવાયું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.