મેંદરડા તાલુકાના નાજાપુર ચિરોડા ગુંદાળા ઝીંઝુડા સહિતના ગામોના ખેડૂતોએ જીઈબી કચેરીનો ધેરાવ કરી બાનમાં લીધેલ
મેંદરડા તાલુકાના નાજાપુર ચિરોડા ગુંદાળા ઝીંઝુડા સહિતના અને ગામોના ખેડૂતોએ જીઈબી કચેરીનો ઘેરાવ કરેલ
ખેડૂતોને છેલ્લા બે અઠવાડિયા થી દિવસ પાળી પાવર બંધ કરી રાત્રે પાવર આપવામાં આવતા ખેડૂતો રોસે ભરાઈ જીઈબી કચેરીને બાનમાં લીધી
અવારનવાર ઉચ્ચ કક્ષાએથી શેડ્યુલ માં ફેરફાર કરવામાં આવતા ખેડૂતોને કળકળતી હાડથીજાવતી ઠંડી માં ખેડૂતો ખેતરે પાણી વાળવા મજબૂર બન્યા
મેંદરડા તાલુકાના નાજાપુર ચિરોડા ગુંદાળા ઝીંઝુડા સહિતના અને ગમના ડિવિઝન મારફતે આપવામાં આવતો પાવર એકાએક દિવસે આપવામાં આવતો પાવર છેલ્લા બે અઠવાડિયાથી રાત્રે પાવર આપવામાં આવી રહ્યો છે જે બાબતે આ વિસ્તારના ખેડૂતો બહોળી સંખ્યામાં ઉપસ્થિત થઈ જીઇબી કચેરીએ ઘસી આવેલ હતા અને ધરણા પર બેસી ગયેલ હતા અને એક જ સુરમાં રજૂઆત કરવામાં આવેલ હતી કે કોઈપણ સંજોગોમાં રાત પાળી પાવર નહીં આપવામાં આવે જ્યાં સુધી અમારું આંદોલન શરૂ રહેશે તેવી ચિમકી ઉચ્ચારવામાં આવેલ હતી,
ઉપરોક્ત બાબતે ધરતીપુત્ર કિસાન ટ્રસ્ટ સૌરાષ્ટ્ર ઝોનના ઉપપ્રમુખ પરસોત્તમભાઈ ઢેબરીયા એ તમામ ખેડૂત વતી લેખિત આવેદનપત્ર આપી રજૂઆત કરેલ હતી કે છેલ્લા બે અઠવાડિયા થી રાત્રે પાવર આપવામાં આવી રહ્યો છે તેથી 300 કરતાં પણ વધુ ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને અધૂરામાં પૂરું સિંહ દીપડા જેવા હિંસક પ્રાણીઓના હુમલાના ભયના ઓથાર નીચે ખેડૂતો રાત્રે પાણી વાળવા ખેતરે જતા ડરી રહ્યા છે તાજેતરમાં મેંદરડાના નાજાપુર માનપુર ગામે સિહો દ્વારા અનેક ગાયોનું મારણ કરેલ હતું જેથી ભયનું વાતાવરણ સતત સેવાઈ રહ્યું છે જેથી ખેડૂતોનો પ્રાણ પ્રશ્ન ઉકેલવા માંગણી કરાઈ હતી
આ બાબતે ભાજપ પ્રમુખ વિજયભાઈ પાનસુરીયા, જીલ્લા પંચાયત સદસ્યના પ્રતિનિધિ મહેશ બાપુ અપારનાથી સહિતના આગેવાનોને જાણ થતા તાત્કાલિક જીઈબી કચેરી આવી ઉચ્ચ કક્ષાએ અધિકારી સહિત નેતાઓને જાણ કરતા તાત્કાલિક ધોરણે શેડ્યુલમાં ફેરફાર કરી બે અઠવાડિયા માટે રેગ્યુલર દિવસ પાળી પાવર આજથી આપવામાં આવ્યો છે ખેડૂતોનો પ્રશ્ન હલ થતાં આંદોલન પૂર્ણ કરવામાં આવેલ હતુ
રીપોર્ટીંગ કમલેશ મહેતા મેંદરડા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.