રાજકોટની 16 વર્ષની સગીરા પર પાડોશી શખ્સે દુષ્કર્મ આચર્યું - At This Time

રાજકોટની 16 વર્ષની સગીરા પર પાડોશી શખ્સે દુષ્કર્મ આચર્યું


રાજકોટમાં સમાકાંઠે રહેતી 16 વર્ષની સગીરાને પાડોશી શખ્સે લલચાવી અપહરણ કરી ભગાડી ગયાં બાદ સુરેન્દ્રનગર પંથકમાં બે વખત દુષ્કર્મ આચર્યું હતું. બી. ડિવિઝન પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને પકડી સગીરાને મુક્ત કરાવી આરોપી વિરૂદ્ધ દુષ્કર્મ, પોક્સો સહિતની કલમ ઉમેરવા તજવીજ હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ સમાકાંઠે રહેતી 16 વર્ષની દીકરીના પિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.08/06/2024 ના સાંજનાં ચારેક વાગ્યાના આસપાસ તેઓ ઘરે હતાં તે દરમ્યાન તેમની દીકરી તેની માતાને જણાવેલ કે, હું મારી મીત્રના જન્મ દિવસની પાર્ટી હોય જેથી હુ તેના ઘરે જાવ છુ, અને રાત્રીના નવેક વાગ્યે હુ આવી જઈશ તેમ કહી ઘરેથી નિકળી હતી. બાદ રાત્રીના નવેક વાગ્યા છતાં દિકરી ઘરે પરત નહી આવતા તેણીને ફોન કરતા ફોન બંધ આવેલ હતો.
બાદમાં સગા સબંધીઓમાં તપાસ કરતાં કોઈ જાણ મળી ન હતી. જેથી તેની સાથે અભ્યાસ કરતી તેની મિત્રને ઘરે જઇ પૂછતાં જણાવેલ કે મને તમારી દિકરીએ એકાદ મહીના પહેલા વાત કરેલ કે, અમારા પાડોશમા રહેતા રોહીત ઉર્ફે રોહન સાથે મીત્રતા છે. તેમ વાત કરતા પાડોશમા રહેતા રોહીત ઉર્ફે રોહનના ઘરે જઈ તેનાં પિતાને પૂછતા તેઓએ જણાવેલ કે, રોહિત બપોરનો ઘરે નથી આવેલ અને તેનો ફોન પણ બંધ આવેલ છે. તેણીની દિકરીને રોહન લલચાવી ફોસલાવી ભગાડી જતાં ફરીયાદ નોંધાવી હતી.
બનાવ અંગેની ફરીયાદ પરથી બી. ડિવિઝન પોલીસ મથકના પીઆઈ કે.જે.કરપડાની રાહબરીમાં પીએસઆઈ કે.ડી.મારૂ અને ટીમે બનાવની ગંભીરતા પારખી તપાસ હાથ ધરી સીસીટીવી ફુટેજના આધારે આરોપીની ઓળખ મેળવી આરોપી અને સગીરાને સુરેન્દ્રનગર પંથકમાંથી ઝડપી લઈ સગીરાને મુક્ત કરાવી આરોપીની ધરપકડ કરી હતી. સગીરાએ આરોપી તેણીને ભગાડી ગયાં બાદ બે વખત દુષ્કર્મ આચર્યાનું જણાવતાં આરોપી વિરૂદ્ધ દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.