સાબરકાંઠા જિલ્લામાં-: પાંચબત્તી રેલવે ઓવરબ્રિજના કામનું મુહૂર્ત,હિંમતનગરમાં જૂની સિવિલ સર્કલથી દુર્ગા બજાર સુધી રેલવે ઓવરબ્રિજ બનશે…
સાબરકાંઠા જિલ્લામાં-: પાંચબત્તી રેલવે ઓવરબ્રિજના કામનું મુહૂર્ત,હિંમતનગરમાં જૂની સિવિલ સર્કલથી દુર્ગા બજાર સુધી રેલવે ઓવરબ્રિજ બનશે.....
-----------------------------------------------------------------------------------------------------------------------
સાબરકાંઠાના-: હિંમતનગરના જૂની સિવિલ સર્કલથી પાંચ બત્તી થઈને દુર્ગા બજારનો રેલવે ઓવરબ્રિજ 18 મહિનામાં બનશે.જેના કામનું ધૂળેટીએ શુભ મુહૂર્ત કરવામાં આવ્યું છે.આ અંગેની વિગત એવી છે રાજ્ય સરકારના GUDC વિભાગ દ્વારા હિંમતનગરના જૂની સિવિલ સર્કલથી દુર્ગા બજારનો રેલવે ઓવરબ્રિજ મંજુર થયા બાદ તેની કામગીરીને લઈને તૈયારીઓ આરંભી દેવાઈ હતી.રોડની બંને સાઈડના દબાણો હટાવી કામગીરી સ્થળ સિવિલના પ્રથમ ગેટથી પાંચ બત્તી સુધી ચારે તરફ પતરા લગાવી દેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.પ્રથમ કામના સ્થળે એક તરફ ચાલતા જવા માટે રસ્તો છોડીને પતરા લગાવી જગ્યા બંધ કરી દીધી છે.ધૂળેટીને બુધવારે ઓવરબ્રિજ બનાવનાર એજન્સીએ મશીનીરી લાવીને કામના પ્રારંભનું મુહૂર્ત શુભ મુહુર્તમાં પૂજન અર્ચન સાથે કર્યું હતું.મુહૂર્તમાં મશીનરીથી રોડ પર ડ્રિલિંગ કરવાનું શરૂ કર્યું હતું.. આવતી કાલે બાકીની જગ્યા બંધ કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવશે.623 મીટર લાંબો રેલવે ઓવરબ્રિજ અંદાજીત 15 પિલર પર 18 કરોડના ખર્ચે 18 મહિનામાં બનશે.જેને લઈને એજન્સીએ કામગીરી કરવા માટેનું શુભ મુહૂર્ત કર્યું છે.ટાવર ચોકથી અથવા દુર્ગા બજારથી જૂની સિવિલ તરફ જવાનો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે.એસટી બસ સ્ટેશનથી જૂની સિવિલ થઈ પાંચ બત્તી થઈને ટાવર અને દુર્ગા બજાર જવાનો માર્ગ પણ બંધ કરવામાં આવ્યો છે.માત્ર હોસ્પીટલ,પશુ દવાખાને અને બેન્કમાં જવા માટે જગ્યા છોડવામાં આવી છે જ્યાં ચાલતા અવર જવર થશે.
રિપોર્ટર
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.