જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર-બોટાદના સહયોગથી વિદ્યાર્થીની પરમાર આસ્થા અને માર્ગદર્શક શિક્ષક કાળુભાઈ ભોંહરિયાનું સંશોધન રાજ્ય કક્ષાએ વિજેતા બન્યું. - At This Time

જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર-બોટાદના સહયોગથી વિદ્યાર્થીની પરમાર આસ્થા અને માર્ગદર્શક શિક્ષક કાળુભાઈ ભોંહરિયાનું સંશોધન રાજ્ય કક્ષાએ વિજેતા બન્યું.


જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર-બોટાદના સહયોગથી
વિદ્યાર્થીની પરમાર આસ્થા અને માર્ગદર્શક શિક્ષક કાળુભાઈ ભોંહરિયાનું સંશોધન રાજ્ય કક્ષાએ વિજેતા બન્યું.

ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ & ટેકનોલોજી,ગુજરાત સરકાર તથા ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ & ટેકનોલોજી,ગાંધીનગર દ્વારા તારીખ:- ૨૨ થી ૨૪ ડીસેમ્બર,૨૦૨૨ સુધી સાયન્સ સીટી,અમદાવાદ ખાતે રાજ્ય કક્ષાની રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ ૩૩૦ જેટલા પ્રોજેક્ટ રજુ થયા હતા અને જેમાંથી ૨૬ પ્રોજેક્ટ ની પસંદગી નેશનલ કક્ષા માટે કરવામાં આવી છે.આ ૨૬ પ્રોજેક્ટમાં બોટાદ જીલ્લાની વિદ્યાર્થીની પરમાર આસ્થા અજયભાઈ જેમના માર્ગદર્શક શિક્ષક કાળુભાઈ ભોંહરિયાનો પ્રોજેક્ટ એ પસંદ પામેલા ૨૬ પ્રોજેક્ટમાં સમાવેશ થયો છે અને રાજ્ય કક્ષાએ વિજેતા બનેલ છે હવે આગામી જાન્યુઆરી મહિનામાં એ નેશનલ કક્ષાએ એ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે.જે બદલ સંસ્થાના ડાયરેક્ટર માધવ સ્વરૂપદાસજીસ્વામી,કેમ્પસ ડાયરેક્ટર શ્રી મુકેશભાઈ કાનેટીયા અને જીલ્લા કો.ઓર્ડીનેટર નિકુંજભાઈ પંડિત દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવે છે.

રિપોર્ટર :- ચેતન ચૌહાણ બોટાદ મોં. 78780 39494


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.