નીંગાળા ગ્રામ પંચાયત અને આરોગ્યના કર્મચારીઓના સહિયારા પ્રયાસથી ચાંદીપુરા વાયરસ અટકાવવા દવાનો છંટકાવ કરાયો - At This Time

નીંગાળા ગ્રામ પંચાયત અને આરોગ્યના કર્મચારીઓના સહિયારા પ્રયાસથી ચાંદીપુરા વાયરસ અટકાવવા દવાનો છંટકાવ કરાયો


( અજય ચૌહાણ દ્વારા)
સમગ્ર બોટાદ જિલ્લામાં ચાંદીપુરા વાયરસને અટકાવવા વહીવટી તંત્ર દ્વારા અવિરત પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. એન્ટી પાવડરનો છંટકાવ, જ્યાં ત્યાં ભરાયેલા પાણીને સ્વચ્છ રાખવા માટેના યોગ્ય પ્રયાસો તેમજ ગંદકીનો નિકાલ સહિતની કામગીરી દરેક ગામડાંઓમા કરવામાં આવી રહી છે. ત્યારે ચાંદીપુરા વાયરસને અટકાવવાના ભાગરૂપે નીંગાળા ગામ ખાતે ગ્રામ પંચાયત તથા આરોગ્ય વિભાગના કર્મચારીશ્રીઓના સહિયારા પ્રયત્નથી ગામમાં પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો હતો. તેમજ તમામ શેરીઓ તથા રસ્તા પર થતી ગંદકી અને ઉકરડાનો યોગ્ય નિકાલ કરી તમામ જાહેર વિસ્તારમાં 250 કિલો ગ્રમા મેલેથિયોન પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.