બાલાસિનોરમાં પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો
બાલાસિનોરમાં પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો
બાલાસિનોર
બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા ચોરી થયેલ મોટર સાયકલને તેના માલીકને સોંપીને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર બાલાસિનોર શીવમ કોમ્પલેક્ષની આગળના ભાગે આવેલ ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલ હીરો સ્પલેન્ડરની ચોરી થઇ હતી. જે મો.સા. ચોરી કરનાર ઇસમની તપાસ કરતા આરોપી મળી આવ્યો હતો. જે આરોપી પાસેથી મુદ્દામાલ તરીકે હોરી સ્પલેન્ડર મો.સા. મુદ્દામાલ રીકવર કરીજેનો રજી.નં.GJ 07 BP 4592 મુદ્દામાલ રીકવર કરી ફરીયાદી શોએબભાઇ રફીકભાઇ શેખ ઉ.વ.૩૩ રહે.મહમંદી કોલોની મુલતાનપુરા તા.બાલાસિનોર જી.મહીસાગર નાઓને તેરા તુજકો અર્પણ અનુસંધાને મુદ્દામાલ હીરો હોન્ડા કંપનીની સ્પ્લેન્ડર પ્લસ મોટર સાઇકલ ફરીયાદીને પરત સોપવામાં આવેલ છે. પોલીસ સ્ટાફ અને પીઆઈ અંશુમન નિનામાનો અભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટર ભૌમિક પટેલ બાલાસિનોર
9714056889
આ પ્રકારના તમામ સમાચાર માટેે
