વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર ધનુર્માસ નિમિતે હિમાલયના કુદરતી સૌંદર્યની ઝાંખી,જંગલ,નીલકંઠ, વર્ણી નું વણવિચરણ વગેરે નો દિવ્ય શણગાર કરવામાં આવ્યો
શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી ધનુર્માસ અંતર્ગત તા.31-12-2022ને શનિવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય શણગાર ધરાવી હિમાલયના કુદરતી સૌંદર્યની ઝાંખી ,જંગલ,નીલકંઠ વર્ણીનું વનવિચરણ વિગેરેનો દિવ્ય શણગાર કરી સવારે 5:30 કલાકે મંગળા આરતી પુરાણી શ્રી વિષ્ણુપ્રકાશજી સ્વામી(અથાણાવાળા) દ્વારા તેમજ 7:00 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવેલ તથા મંદિરના પટાંગણમાં મારુતિ યજ્ઞ તથા સમગ્ર પવિત્ર ધનુર્માસ નિમિતે પારિવારિક શાંતિ માટે શ્રી હનુમાન ચાલીસ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. હજારો ભકતોએ દિવ્ય દર્શનનો લાભ લીધેલ.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.