પાવડો લઈ પૈસા ભેગા કરવાની રાજકીય પાર્ટી ની સ્કીમો પ્રાઇમરી મિનિસ્ટર સીટીઝન આસિસ્ટન્સ એન્ડ રિલીફ ઇન ઇમરજન્સી સિચ્યુએશન ફંડ હોય કે ઇલેકટોરલ PET ટ્રસ્ટ સુપ્રીમ કોર્ટે ભલે ઇલેકટોરલ બોન્ડ ગેરબંધારણીય ઠેરવ્યા પણ પૈસા ભેગા કરવા અનેક રસ્તા ઓ છે - At This Time

પાવડો લઈ પૈસા ભેગા કરવાની રાજકીય પાર્ટી ની સ્કીમો પ્રાઇમરી મિનિસ્ટર સીટીઝન આસિસ્ટન્સ એન્ડ રિલીફ ઇન ઇમરજન્સી સિચ્યુએશન ફંડ હોય કે ઇલેકટોરલ PET ટ્રસ્ટ સુપ્રીમ કોર્ટે ભલે ઇલેકટોરલ બોન્ડ ગેરબંધારણીય ઠેરવ્યા પણ પૈસા ભેગા કરવા અનેક રસ્તા ઓ છે


પાવડો લઈ પૈસા ભેગા કરવાની રાજકીય પાર્ટી ની સ્કીમો

પ્રાઇમરી મિનિસ્ટર સીટીઝન આસિસ્ટન્સ એન્ડ રિલીફ ઇન ઇમરજન્સી સિચ્યુએશન ફંડ હોય કે ઇલેકટોરલ PET ટ્રસ્ટ

સુપ્રીમ કોર્ટે ભલે ઇલેકટોરલ બોન્ડ ગેરબંધારણીય ઠેરવ્યા પણ પૈસા ભેગા કરવા અનેક રસ્તા ઓ છે

ભારત ના ચૂંટણી પંચે તાજેતર માં જાહેર કરેલ અહેવાલ ઇલેકટોરલ ટ્રસ્ટ કોન્ટ્રીબ્યુશન રિપોર્ટ જાહેર કર્યો ECI એ વર્ષ ૨૦૨૩/૨૪ દરમ્યાન ઇલેકટોરલ ટ્રસ્ટ મારફતે PET ના રાજકીય દાન માં ત્રણ ગણો વધારો નોંધાયો
એસોસિયેશન ફોર ડેમોક્રેટિવ રીફોર્મ ADR વિરુદ્ધ ભારત સંધ કેસ ૨૦૨૪ બાદ આ વધારો જોવા મળ્યો છે જેમાં સુપ્રીમ કોર્ટ જાહેર કર્યું હતું કે ઇલેકટોરલ બોન્ડ સ્કીમ ગેર બંધારણીય છે અને બેંકો ને તત્કાલીન બોન્ડ જારી કરવા નું બંધ કરવા ના દિશા નિર્દેશ પછી પણ રાજકીય પાર્ટી ઓ બીજી અનેક રીતે ફંડ મેળવી લે કોરોના સમયે એ સ્થાપેલ પી એમ કેર્સ તેનો ઉત્તમ ઉદારણ છે વર્ષ ૨૦૨૨/૨૩ થી વધી ૨૦૨૩/૨૪ દરમ્યાન પ્રુડન્ટ ઇલેકટોરલ ટ્રસ્ટ (PET) ને ત્રણ ઘણું યોગદાન મળ્યું દેશ નું સૌથી મોટું ઇલેકટોરલ PET ટ્રસ્ટ છે નાણાંકીય વર્ષ ૨૦૨૪ માં રૂપિયા ૧.૦૭૫.૭૧ કરોડ પ્રાપ્ત થયા જેમાં ભારતીય જનતા પાર્ટી પ્રથમ બીજા ક્રમે કોંગ્રેસ ત્રીજા ક્રમે રાષ્ટ્ર સમિતિ (BRS) અને YSR કોંગ્રેસ ને દાન મળ્યું ભારત ચૂંટણી પંચ દ્વારા ૧૫ થી વધુ ઇલેકટોરલ ટ્રસ્ટ ને મંજૂરી અપાયેલ છે જેમાં થી માત્ર પાંચ ટ્રસ્ટ ને આ દાન મળ્યું છે વર્ષ ૨૦૧૩ માં આ યોજના હેઠળ ઇલેકટોરલ ટ્રસ્ટ ને દાતા ઓ તરફ થી દાન સ્વીકારવા સ્થાપિત કરાયેલ નોન- પ્રોફિટ એકમ છે અને તે રાજકીય પક્ષો ને મળેલ દાન નું વિતરણ આ ટ્રસ્ટ નું નિયમન કંપની એક્ટ ૧૯૫૬ ની જોગવાઈ અંતર્ગત આવક વેરા અધિનિયમ ૧૯૬૧ ની કલમ૧૭CA હેઠળ ભારત ના નાગરિક ભારત માં નોંધાયેલ કંપની પેઢી હિન્દૂ અવિભક્ત પરિવારો (HUF) અથવા ભારત માં વસ્તી વ્યક્તિ ઓનો સમૂહ ને દાન આપવા પરવાનગી અપાયેલ છે દાતા દાન આપતા પહેલા તેમના પાન કાર્ડ નંબર અથવા પાસપોર્ટ પૂરો પાડવા નો હોય છે ઇલેકટોરલ ટ્રસ્ટ ને લોકપ્રતિનિધીત્વ અધિનિયમ ૧૯૫૧ હેઠળ નોંધાયેલ પાત્રતા ધરાવતા રાજકીય પક્ષ ને નાણાંકીય વર્ષ તેમને પ્રાપ્ત થયેલ ભંડોળ ના ઓછા માં ઓછા ૯૫% હિસ્સા નું અનુદાન આપવાનું હોય છે પી એમ કેર્સ નિધિ સતા નો ખુલ્લો દૂર ઉપીયોગ પ્રાઇમ મિનિસ્ટર સીટીઝન આસિસ્ટન્સ એન્ડ રિલીફ ઇન ઇમરજન્સી સિચ્યુએશન એટલે સાર્વજનિક ધર્મદા ટ્રસ્ટ ની નોંધણી તા.૨૭ મી માર્ચ ૨૦૨૦ ના રોજ રજિસ્ટેશન અધિનિયમ ૧૯૦૮ હેઠળ થઈ પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો દ્વારા જાહેરાત કરાય ફિલ્મી નટ અક્ષય કુમાર ને બ્રાન્ડ એમ્બેસેટર બનાવી ધડા ધડ દાન ઉઘરાવવા નું શરૂ થયું જોત જોતા માં પી એમ કેર્સ માં રૂપિયા ૩.૦૭૬.૬૨ કરોડ નું ફંડ થયું પી એમ કેર્સ નો એવો તો પ્રભાવ ઉભો થયો કે દેશ ના જાહેર ક્ષેત્ર ના ૩૮ એકમો એ રૂપિયા ૨૧૦૫ કરોડ આપ્યા સુપ્રીમ કોર્ટ ના તેત્રીસ જજો એ વ્યક્તિગત ૫૦ હજાર આપ્યા દેશ ના અનેક નામી અધિકારી ડોક્ટરો વકીલો એક માસ નો પગાર પી એમ કેર્સ માં આપ્યો પછી સુપ્રીમ કોર્ટ ના ચીફ જસ્ટિસ એસ એ બોબડે એ તા.૧૩ એપ્રિલ ૨૦૨૦ પી એમ કેર્સ વિરુદ્ધ ની પબ્લિક ઇંટ્રેસ્ટ એમ એલ શર્મા ની બદ ઇરાદે ગણાવી પરત ન ખેંચાય તો દંડ કરવાનું વલણ અપનાવ્યું પ્રશાંત ભૂષણ ની સંસ્થા સેન્ટર ફોર પબ્લિક ઇંટ્રેસ્ટ લિટીગેશન ને કેટલાક નવા મુદા સાથે માગેલ દાદ ૧૮ મી ઓગસ્ટ ૨૦૨૦ અગાઉ ના વલણ ની પુષ્ટિ કરી અતિ આશ્વર્યા જનક રીતે આ પ્રકરણ ઉપર પડદો પાડી દેવાયો સતા નો દૂર ઉપીયોગ કહો કે રાજભક્તિ ખુશમત કહો કે ખેરાત પણ પૈસા વગર પાર્ટી ઓ ચાલે ખરી ? તેમાંય હવે તો પગારદાર પ્રચારકો ને રાજકીય પાર્ટી ઓ નિયમિત મહેકમ ચૂકવી રહી છે પછી વિશ્વ ની સૌથી મોટી રાજકીય પાર્ટી કેમ ન બને ? વિવિધ મોરચા કન્વીનર સોશ્યલ મીડિયા સંચાલક મૂર્તિ ઓ સ્ટેયું સફાઈ યોગ હોય કે રોગ બોર્ડ બનાવી ને પણ દરેક ક્ષેત્રે પાર્ટી ન પહોંચે ત્યાં બજેટ જોગવાઈ નું બોર્ડ નિગમ બનાવી સરકારી ખર્ચે પણ કાર્યકર્તા ઓને પગાર તો મળવો જ જોઈ એ ? હવા વગર ની તો સાયકલ પણ ન ચાલે તો પછી પાર્ટી ઓ કેમ ચાલે ? એટલે "તાજ છાપ સિગરેટ જેમ ધીમી બળતી ને વધુ લિજ્જત આપતી" આવી યોજના અનેક યોજના રાજકીય પાર્ટી ઓ માટે દુજણી ગાય બની રહી છે દિવસ રાત રાજકીય પક્ષ પાર્ટી ઓ માટે સમર્પિત કાર્યકરો પ્રવાસ પ્રચાર કંઈ મફત થાય ખરું ?

નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image