સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ સતલાસણા દ્વારા સ્વચ્છતા હી સેવા મહા સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો. - At This Time

સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ સતલાસણા દ્વારા સ્વચ્છતા હી સેવા મહા સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો.


શ્રી બાબુલાલ પૂનમચંદ શાહ વિદ્યા સંકુલ સંચાલિત સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ સતલાસણા અને રાષ્ટ્રીય સેવા યોજના એન.એસ.એસ. ના સંયુક્ત ઉપક્રમે My ભારત અભિયાન અંતર્ગત સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત અને સ્વચ્છતા હી સેવા. સેવા સે શીખે કાર્યક્રમ અંતર્ગત આજરોજ તારીખ 1 /10/ 2024 ના રોજ અમારી કોલેજના એન.એસ.એસ ના સ્વયંસેવકો દ્વારા કોલેજની બહાર અને કોલેજના આજુબાજુના માર્કેટમાં જે પણ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો કચરો હતો તેને એકત્ર કરવામાં આવ્યો અને યોગ્ય નિકાલ કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં 100 ઉપર વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહ સાથે હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા સળંગ બે કલાક સ્વચ્છતા સેવાનું કામ કરી સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ ઊભું કર્યું હતું સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના કાર્યકારી આચાર્ય ડો ભાવિકભાઈ કે પટેલના માર્ગદર્શન હેઠળ એન.એસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર ઋષિકેશ એન જોશી દ્વારા કરવામાં આવ્યું હતું અને સમગ્ર સ્ટાફ હાજર રહ્યો હતો.


+919173730737
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.