ગીર ગઢડા તાલુકાના હરમડીયા ગામે રામનવમી ની ઉત્સાહભેર ઉજવણી તથા શોભાયાત્રા - At This Time

ગીર ગઢડા તાલુકાના હરમડીયા ગામે રામનવમી ની ઉત્સાહભેર ઉજવણી તથા શોભાયાત્રા


ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના હરમડીયા ગામે ગ્રામ જનો દ્વારા રામનવમી પર્વ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.ગ્રામજનો દ્વારા રામનવમી નિમિતે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવેલ ,જેમાં બહોળી સંખ્યામાં રામ ભક્તો જોડાયેલ,આ શોભાયાત્રા માં સરપંચ શ્રી પ્રવીણભાઈ બાંભણીયા,તાલુકા પંચાયત સદસ્ય ભરતભાઈ,પૂર્વ સરપંચ ઉમેદસિંહ તથા ગામ ના આગેવાનો દ્વારા પૂર્ણ સહકાર આપવામાં આવેલ.તેમજ ગીર ગઢડા પોલીસ સ્ટેશન ના પોલીસ કર્મીઓ દ્વારા વ્યવસ્થા જાળવવામાં આવેલ.
(સૌજન્ય:કુલદીપસિંહ ગોહીલ,ગીર ગઢડા)


7016154906
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image