મહિસાગર : આદિવાસી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ સંતરામપુરના સમાજશાસ્ત્ર વિભાગ આદિવાસી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ સંતરામપુરના સમાજશાસ્ત્ર વિભાગ , આશ્રય ફાઉન્ડેશન દ્વારા પુલવામા શહીદોને શ્રદ્ધાંજલિ નિમિત્તે જરૂિયાતમંદોને નિશુલ્ક ભોજન ની સેવા આપવામાં આવી.* પુલવામા શહીદોને શ્રદ્ધાંજલિ નિમિત્તે જરૂિયાતમંદોને નિશુલ્ક ભોજન ની સેવા આપવામાં આવી. - At This Time

મહિસાગર : આદિવાસી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ સંતરામપુરના સમાજશાસ્ત્ર વિભાગ આદિવાસી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ સંતરામપુરના સમાજશાસ્ત્ર વિભાગ , આશ્રય ફાઉન્ડેશન દ્વારા પુલવામા શહીદોને શ્રદ્ધાંજલિ નિમિત્તે જરૂિયાતમંદોને નિશુલ્ક ભોજન ની સેવા આપવામાં આવી.* પુલવામા શહીદોને શ્રદ્ધાંજલિ નિમિત્તે જરૂિયાતમંદોને નિશુલ્ક ભોજન ની સેવા આપવામાં આવી.


આદિવાસી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ સંતરામપુરના સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા પુલવામા શહીદોને શ્રદ્ધાંજલિ નિમિત્તે જરૂિયાતમંદોને નિશુલ્ક ભોજન ની સેવા આપવામાં આવી.

આદિવાસી આર્ટસ અને કોમર્સ કોલેજ સંતરામપુરના સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા પુલવામા શહિદો ને શ્રધ્ધાંજલી નિમિત્તે સંતરામપુર ના આશ્રય ફાઉન્ડેશન સંચાલિત આશ્રય ટિફિન સેવા માં જરૂરિયાત મંદોને ભોજન કરાવવામાં આવ્યું.

14,ફેબ્રુઆરી, 2023 ના રોજ આદિવાસી આર્ટસ અને કોમર્સ કોલેજ સંતરામપુર સમાજશાસ્ત્ર વિભાગના અધ્યાપકો તથા વિદ્યાર્થીઓ દ્વારા સંતરામપુર ખાતે આશ્રય ફાઉન્ડેશન સંચાલિત નિ:શુલ્ક ટિફિન વ્યવસ્થા દ્વારા જરૂરિયાત મંદોને ભોજન કરાવવાની સેવા નું આયોજન કરવામાં આવ્યું.

વિદ્યાર્થીઓમાં સામુદાયિક સેવા ના ખ્યાલને સમજાવવા તથા સામુદાયિક સેવા કરતી સંસ્થા ની મુલાકાત કરવાના હેતુથી વિદ્યાર્થીઓના સ્વૈચ્છિક દાન તથા અધ્યાપકોના દાનના સહયોગથી ૭૦ થી વધુ લોકોને એક દિવસના ભોજન માટેની સેવા પૂરી પાડવામાં આવી. આ સેવાના કાર્યમાં કોલેજના આચાર્ય ડો.અભય પરમાર તથા આઈક્યુએસી કો ઓર્ડીનેટર પ્રો. દેવરાજ નંદા તથા સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ પ્રો. પારુલદાની તેમજ ડો. કામિની દશોરા અને ડો.પંકજ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.

આમ સર્વે મળીને આ કાર્ય ને શાંતિ પૂર્ણ રીતે સફળ બનાવ્યું હતું.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.