હિંમતનગર સિવિલમાં ચામડીના રોગની ઓ.પી.ડી.માં કેસ વધ્યા  - At This Time

હિંમતનગર સિવિલમાં ચામડીના રોગની ઓ.પી.ડી.માં કેસ વધ્યા 


રિપોર્ટર સદ્દામ મનસુરી
સાબરકાંઠા અને  અરવલ્લી જિલ્લામાં અંગ દજાડતી ગરમીના પ્રકોપથી લોકોનુ આરોગ્ય જોખમમાં મૂકાયા પછી હવે લોકોનુ શરીર ને લાગતાં ચર્મરોગને ૧૦ ટકાનો વધારો થયો છે. અસહ્ય ગરમીના કારણે ચામડી ઉપર ચાઠાં પડવાં, ફંગલ ઈન્ફેક્શન, ખસ તે જ ખરજવાનો રોગ વકરતાં હિંમતનગર સિવિલમાં ચર્મરોગની ઓ.પી.ડી.માં રોજના ૭૦થી પણ વધુ કેસ નોંધાઈ રહ્યા છે. ગરમીનો પ્રકોપ સાચા અર્થમાં પ્રજાનો દેહ દઝાડી રહ્યો છે તેવી સ્થિતિ ચામડીની હોસ્પિટલોમાં જોવા મળી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.