બોટાદ ના મોદળિયા (ગઢડિયા)ચામુંડા માતાજી ના મંદિરે ઠેબાણી ખાચર પરિવાર ના કુળદેવી ચામુંડા માતાજી ના મંદિરે દેવી ભાગવત કથા નું આયોજન કરાયું.
પવિત્ર ચૈત્ર માસ ની નવરાત્રી માં પ્રથમ દિવસે શ્રીમદ દેવી ભાગવત કથા ની શરૂઆત કરવામાં આવી હતી. વાજતે ગાજતે પોથીયાત્રા વ્યાસપીઠ પર પધરામણી કરી ને વિસામણબાપુ ની જગ્યાના મહંત. મહામંડલેશ્વર નિર્મળાબા દ્વારા દિપ પ્રાગટ્ય કરી કથા ની શરૂઆત કરવામાં આવી હતી .પોથીયાત્રા માં ઉપસ્થિત રહ્યાં હતાં.વ્યાસપીઠ પર શાસ્ત્રી મહેશપ્રસાદ વ્યાસ દ્વારા સંગીત શૈલી માં રસપાન કરાવી રહ્યા છે. કથા દરમ્યાન સંતો મહંતો, રાજકીય અગ્રણીઓ, મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.
કથા દરમ્યાન આવતા પ્રસંગોમાં, ભીષ્મચરિત્ર - દુર્ગા પ્રાગટ્ય કથા - પરીક્ષિત કથા - ચામુંડા પ્રાગટ્ય કથા - શિવ પાર્વતી કથા - અન્નપૂર્ણા પ્રાગટ્ય - ગાયત્રી મહિમા જેવા પ્રસંગો યોજવામાં આવ્યા હતાં.
ચૈત્ર સુદ આઠમ ના દિવસે માતાજી ના યજ્ઞ નું આયોજન કરાયું હતું જેમાં સજોડે દંપતી યજ્ઞ નો લાભ લીધો હતો.
કથા દરમ્યાન સતત સેવા માં સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે. જેનો સાથ સહકાર આપવા લોમેવધામ ધજાળા મંદિર ના સ્વયં સેવકો એ પણ એક દિવસની સેવા આપી હતી.
સમગ્ર કથા નું લાઈવ પ્રસારણ હનુમંત ડિજિટલ ચેનલ રણજીતભાઈ ખાચર દ્વારા કરવામાં આવ્યું હતું.
કથા ના દિવસો દરમ્યાન સતત પ્રસાદ ચાલુ રાખવામાં આવ્યો હતો. દરરોજ અનેક લોકો કથા નો લાભ લીધો હતો.
રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે
