ચુડા તાલુકાના ચોકડી ગામના ખેડૂતો જીવાતનાશક દવાઓ વિના ખેતી માટે પ્રતિજ્ઞાબદ્ધ
ચુડા તાલુકાના ચોકડી ગામના ખેડૂતો જીવાતનાશક દવાઓ વિના ખેતી માટે પ્રતિજ્ઞાબદ્ધ
100થી વધુ ખેડૂતોને પારંપરિક ખેતી અને કુદરતી પદ્ધતિઓની માહિતી અપાઈ
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ચોકડી ગામમાં શાકભાજીનું વૈજ્ઞાનિક વાવેતર અને પારંપરિક કૃષિ પદ્ધતિઓ અંગે ખેડૂતોને જાગૃત કરવા માટે વિશેષ કાર્યક્રમ યોજાયો. 100થી વધુ ખેડૂતોએ ભાગ લીધો, જેમાં જીવાતનાશક દવાઓ વગર ખેતી કેવી રીતે કરી શકાય, તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
કૃષિ નિષ્ણાતોએ ખેડૂતોને જીવાતનાશક દવાઓના નુકસાનની માહિતી આપી અને જૈવિક ખાતર, જીવામૃત, દશપર્ણી अर्क, અને નીમ આધારિત દવાઓ જેવા કુદરતી વિકલ્પો અપનાવવા પ્રેરિત કર્યા. કૃષિ નિષ્ણાતો અનુસાર, કુદરતી પદ્ધતિઓથી ખેતી કરવાથી જમીનની ઉર્વરકતા જળવાઈ રહે છે અને શાકભાજી તેમજ અન્ય પાકોની ગુણવત્તા સુધરે છે.
કાર્યક્રમમાં માર્કેટિંગ યાર્ડના ચેરમેન, કૃષિ વિભાગના અધિકારીઓ, અને સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા. આ માટે ખેડૂતોને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ માર્ગદર્શન આપવામાં આવ્યું અને જૈવિક ખેતીના ફાયદા સમજાવ્યા.
અંતે, ખેડૂતોએ જીવાતનાશક દવાઓનો ઉપયોગ ન કરવાની પ્રતિજ્ઞા લીધી અને કૃષિમાં કુદરતી પદ્ધતિઓ અપનાવવા સંકલ્પ કર્યો. આ પ્રયત્ન પર્યાવરણ સંગ્રક્ષણ માટે મહત્વપૂર્ણ સાબિત થશે અને ખેડૂતોની આર્થિક સ્થિતિમાં સુધારો લાવશે.
9904323344
આ પ્રકારના તમામ સમાચાર માટેે
