સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકા ની 47 ગ્રા.પં. માં વહીવટદારના શાસન થી ગ્રામજનો પડતી હાલાકી
સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકા ની 47 ગ્રા.પં. માં વહીવટદારના શાસન થી ગ્રામજનો પડતી હાલાકી
(રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા તલોદ,સાબરકાંઠા)
તલોદ તાલુકાની 73 પૈકી 47 ગ્રામ પંચાયતો મા વહીવટદાર ના શાસન થી રામ ભરોસે ચાલી રહી હોય એમ જણાય છે ત્યારે 47 ગ્રામ પંચાયતો મા સરપંચ ન હોવાના કારણે આવશ્યક બની રહેલી વીજળી અને પાણી ની પ્રાથમિક સુવિધા ની સમસ્યા નો પણ ઉકેલ લાવી શકાતો નથી ત્યારે ગ્રામ પંચાયતો મા વહીવટદાર ના શાસન થી મુક્ત કરી વહેલી તકે પંચાયતો ની ચૂંટણી યોજાય તેવી માગણી પ્રબળ બની છે છેલ્લા બે વર્ષથી તલોદ તાલુકાના 73 પૈકી 47 ગ્રામ પંચાયતો મા ચૂંટણી યોજાઈ નથી ચૂંટણી મા વિલંબ થવાના કારણે વહીવટ દાર નુ શાસન ચાલી રહ્યું છે અને એક વહીવટદાર ને બેકે તેથી વધુ પંચાયતો મા વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવી છે જેના કારણે ગ્રામ્ય વિસ્તારો નો વિકાસ અને પ્રાથમિક કામો અટવાઈ ગયા છે તલાટી ગામ માં વહીવટદાર ની ભૂમિકા ભજવી રહ્યા છે પણ બે ત્રણ પંચાયત નુ સંચાલન કરવું પડતું હોઇ રસ્તા પાણી વિજળી જેવી પ્રાથમિક સુવિધા ની સમસ્યાનો હલ લાવી શકવામાં અસફળ રહેતા સરપંચ વગરની ગ્રામપંચાયતો નધણીયાતી બની હોય એમ લોકો મહેસૂસ કરી રહ્યા હોવાનું જણાય છે ત્યારે તાલુકાની 47 ગ્રામપંચાયતો સરપંચ વગરની બની છે છેલ્લા બે વર્ષથી ચૂંટણી ન યોજાતા ગામમાં વિકાસ ના કામો અટવાઈ જવા પામેલ છે વહીવટદાર એક સાથે ત્રણ ચાર પંચાયત નુ સંચાલન કરતાં હોવાથી ગામલોકો ને સંતોષકારક જવાબ આપી શકતા નથી ગ્રામજનો ને સમાન્ય દાખલા મેળવવા માટે 15 થી વીસ દીવસ સુધી પ્રતીક્ષા કરવી પડે છે એટલુજ નહિ તાલુકાનાં કેટલાક ગ્રામ પંચાયત માં તો વહીવટદાર 10 દિવસે એક જ વાર જતા જોવા મળે છે આવી સ્થિતિ મા ચૂંટણી સમયસર નહિ થાતાં અનેક ગામો મા લોકો વહીવટદાર ના શાસન થી ત્રસ્ત થઈ ગયા છે કેટલાક ગામો મા તો લોકોને એ પણ ખબર નથી કે તેમના ગામમા તલાટી કોણ છે અને વહીવટદાર તરિકે કોણ ફરજ બજાવે છે આવી સ્થિતિ મા રાજ્ય ચૂંટણી પંચ દ્વારા વહેલી તકે ગ્રામ પંચાયતો ની ચૂંટણી યોજાય તેવી સ્થાનીક ગ્રામજનો મા માગણી ઉઠવા પામી છે
9723313531
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.