શિવહરી રેસીડેન્સીની પરિણીતાને ત્રાસ:સાસુએ કહ્યું,તારા પિતાને ત્યાં જતી રહે, બીજે પરણી જજે! - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/nppnncojoj7tg6nj/" left="-10"]

શિવહરી રેસીડેન્સીની પરિણીતાને ત્રાસ:સાસુએ કહ્યું,તારા પિતાને ત્યાં જતી રહે, બીજે પરણી જજે!


સંતકબીર રોડ પર શક્તિ સોસાયટીમાં રહેતાં કૃપાલીબેન સાંકળીયા (ઉ.વ.27)એ પતિ કિશન, સાસુ હંસાબેન અને સસરા જીતુભાઈ (રહે.બધા શિવહરી રેસીડેન્સી,આજીડેમ ચોકડી નજીક, મૂળ જસદણ) સામે લગ્નના અઢી માસ બાદથી બાબતે ઝઘડાઓ કરી મારકૂટ કરી શંકા કરી તું તારા બાપને ઘરેથી કઈ શીખીને નથી આવી કહી મેણાટોણા મારી ત્રાસ ગુજાર્યાની મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. કૃપાલીબેને ફરિયાદમાં જણાવ્યું કે,લગ્નના અઢી માસ બાદથી પતિ તેના ઉપર શંકા વહેમ કરતો હતો અને ઘરની બહાર જવા દેતા ન હતા.સાસુ-સસરા પતિને તું તારી પત્નીને ઘરની બહાર કાઢી મુક કહી ચડામણી કરતા પતિ તું તારા પિયર જતી રહે તેમ કહેતા તેને ના પાડતા ઝઘડાઓ કરતો હતો.તેમજ અવાર નવા2 ગામડેથી માણસો બોલાવી તને માર ખવડાવીશ કહેતો હતો.
સાસુ કરિયાવર બાબતે મેણા-ટોણા મારી મકાન વેચી જસદણ ભેગા થઈ જશુ ત્યાં પાર્લરનું કામ કરજે કહી ઝઘડાઓ કરી તું તારા બાપના ઘરેથી કઈ શીખીને નથી આવી તને કઈ આવડતું નથી તેવું કહેતા તો પતિ પણ તેના સાસુનો સાથ આપી બોલાચાલી કરતો હતો.સસરા ઝઘડો થાય ત્યારે તમારા લીધે જ ઘરમાં ઝઘડાઓ થાય છે તમે ઘરમાંથીનિકળી જાવ કહી બોલાચાલી કરતા હતા.જેના કારણે પતિ મારકૂટ કરતો હતો.
ગઈ તા.19ના તેની તબિયત સારી ન હોવાથી તેણે માતાના ઘરે જવાનું કહેતા પતિ તું તારા મમ્મીના ઘરે જઈશ તો હું તને તેડવા નહીં આવું કહી દીધુ હતું. બાદમાં પતિ અને સાસુએ આ બાબતે ઝઘડો કરી તારે જવુ હોય તો જા પછી કપડા લેવા પણ પાછી ન આવતી અને તારા બાપના ઘરે બહુ સારૂ છે તું ત્યાં જતી રહે પાછી ન આવતી,તેને કહેજે તને બીજે પરણાવી દે કહેતા હતા.એટલું જ નહીં તેને તેના માતા-પિતા સાથે વાતચીત કરવાના મુદ્દે મારકૂટ પણ કરી હતી.બાદમાં સસરાએ આને અંદર મુકી આવો હમણા તેના બાપ અને મા આવશે તો ઉલળશે તેમ કહેતા પતિ અને સાસુ તેને ઘરમાં લઈ ગયા હતા.બાદમાં તેણે પિતાને ફોન કરતા તેના માતા-પિતા ત્યાં આવી ગયા હતા.પરંતુ તેને તેના રૂમમાં જવા દીધા ન હતા.
રૂમમાં મારકૂટનો અવાજ તેના માતાને સંભળાતા તે પરાણે ઉપર આવતા તેના સાસુને ખબર પડી જતા તેણે તમારી દિકરી અમને હેરાન કરે છે મારા દિકરાનું ઘર નહીં બાંધે તમે તમારી દિકરીને લઈ જાવ,અમારે નથી જોઈતી કહી તેના માતા સાથે બોલાચાલી કરવા લાગ્યા હતા.તેના મોટાભાઈ અને બહેન ત્યાં આવી જતા તેની સાથે પણ ઝઘડો કરવા લાગતા 181 અભયમમાં કોલ કરતા તે સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો.તેની તબીયત વધુ ખરાબ હોય સારવાર લીધા બાદ મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]