પાટડી સેવાસદન ખાતે પોરડા ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો દ્વારા આવેદન અપાયું.
મોટી સંખ્યામાં ખેડૂતો રહ્યા હાજર, પાટડી પી.આઈની હાજરીમાં જાહેરનામાનો ભંગ થયો છતાં પોલીસ મૌન
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના પોરડા ગામની સિમ જમીન ખાતે રિયલ એનવાયરમેન્ટ એન્ટરપ્રાઇઝ લી કંપની દ્વારા બિન ખેતી જમીન પર બાંધકામ નો પ્રોજેકટ શરૂ કરવા જઇ રહી છે જેમાં પોરડા તથા આજુબાજુના ગામના ખેડૂતોએ આવેદન થકી જણાવ્યું હતું કે પોરડા ગામની સિમ જમીન જેનો સર્વે નંબર 65,66,79,80, અને 81 ની ખેતી જમીનને ખરીદી અને બિનખેતી કરાવી અને રિયલ એંનવાયરમેન્ટ એન્ટરપ્રાઇઝ લી નામની કંપની જે મેડિકલ વેસ્ટ કચરાના નિકાલ માટે એક યુનિટ ઉભું કરાઈ રહ્યું છે જેના કારણે ખેડૂતોએ જણાવ્યું હતું કે આ કંપની આવવાથી આજુબાજુની તમામ વિસ્તારોની હરિયાળી નષ્ટ થઈ જવાની શક્યતાઓ રહેલી છે ત્યારે પબ્લિક હિયરિંગ હાથ ધરવામાં આવી હતી ત્યારે 90% લોકોએ સુનાવણી નો વિરોધ દર્શાવ્યો હતો છતાંય સુનાવણી મંજુર કરી અને બાંધકામની મંજૂરી આપી દેવામાં આવી ત્યારે આ કંપનીની જો સ્થાપના અહીં થશે તો લોકોની જમીન અને લોકોના સ્વાસ્થ્યને મોટું નુકસાન થવાની સંભાવનાઓ રહેલી છે જેવું ખેડૂતોએ જણાવ્યું હતું ત્યારે આ બાબતે આવેદન આપવા માટે પોરડા ગામ અને આજુબાજુના ગામના 100 થી વધારે ખેડૂતો પાટડી સેવાસદન ખાતે હાજર રહી અને મામલતદાર અને નાયબ કલેક્ટર ને આવેદન આપવામાં આવ્યું હતું જે બાબતે હકારાત્મક નિર્ણય કરવા વિનંતી કરવામાં આવી હતી ત્યારે હાલમાં જ સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લા કલેક્ટર દ્વારા ટોળું એકઠું થવું કે વધારે લોકો એકઠા થવા બાબતે પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું ફરમાવવામાં આવ્યું છે ત્યારે પાટડી સેવાસદન ખાતે પાટડી પીઆઈ સહિત પોલીસ સ્ટાફની હાજરીમાં જ 100 થી વધારે ની સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા ત્યારે જાહેરમાં જ પોલીસની સામે જાહેરનામાનો ભંગ થતો હતો ને પોલીસે મૌન સેવ્યું હતું,
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.