(સમગ્ર રાજ્યમાં સંગીત શિક્ષણ ક્ષેત્રે ખ્યાતનામ સંસ્થા) આદર્શ કલા નિકેતન – સંગીત શાળા, ડભોઈ દ્વારા પરંપરાગત લોક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
રિપોર્ટ -નિમેષ સોની,ડભોઈ
સમગ્ર ગુજરાત રાજયમાં સંગીત શિક્ષણ ક્ષેત્રે જે સંસ્થાનાં વિધાર્થીઓ ડંકો વગાડે છે અને વડોદરા જિલ્લાનું અને ડભોઈ - દર્ભાવતિ નગરીનું નામ રોશન કરતી સંસ્થા એટલે ડભોઈ નગરની મધ્યમાં કન્યાશાળા પાસે આવેલ આદર્શ કલા નિકેતન સંગીત શાળા. જે સંસ્થા દ્વારા નગરનાં અને તાલુકાનાં બાળકો - વિધાર્થીઓને સંગીત ક્ષેત્ર શિક્ષણ પુરું પાડવામાં આવે છે. આ સંસ્થામાંથી સંગીતનું શિક્ષણ મેળવી દેશ- વિદેશમાં સ્થાયી થયેલાં વિદ્યાર્થીઓ આજે પણ આદર્શ કલા નિકેતન સંગીત શાળાનું નામ ગુંજતુ રાખી રહયાં છે. ત્યારે તાજેતરમાં આ સંસ્થા દ્વારા પરંપરાગત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વડોદરાથી ઈન્ટરનેશનલ વેસ્ટર્ન ડાન્સ કલાકાર યતિનભાઈ જૈન અને તેઓની ટીમ દ્વારા આ સાંસ્કૃતિક કાર્યક્રમને રંગારંગ બનાવી રંગત લાવી દીધી હતી. આ સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ- મહેમાનો ઉપસ્થિત રહ્યાં હતાં.
આ કાયૅકમમાં ગણેશ વંદના, સસ્તવતી વંદના, ઞરબા, ગુજરાતી ડાન્સ, ભવાઈ, દેશભક્તિ સહિતનાં વિવિધ પરફોર્મન્સ ઈન્ટરનેશનલ કલાકાર યતિનભાઈ જૈન અને તેઓની ટીમ દ્વારા પ્રસ્તુત કરાયાં હતાં. એટલું નહીં પરંતુ આ સંગીત વિદ્યાલય દ્વારા અવારનવાર સંગીતને લગતા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેથી આ નવ યુવાન પેઢીને સંગીત ક્ષેત્રે પૂરતું જ્ઞાન મળે અને સંગીત શિક્ષણમાં પૂરતો રસ અને રૂચિ જળવાઈ રહે તે માટે અર્થાત પ્રયત્નો કરવામાં આવે છે.
આ કાર્યક્રમમાં સંસ્થાનાં પ્રમુખ - અતુલભાઈ ગાંધી, મંત્રી - રતનેશભાઈ, દિનેશભાઇ, સહમંત્રી - કાંતીભાઈ, આચાર્ય જયેશભાઈ, શિક્ષકગણ હરેશ શુકલ, વાસુદેવ ચોકસી, મિલનભાઈ, રોશનીબેન, વૈષ્ણવીબેન, મહેમાનો - પ્રવિણભાઈ, સત્યમભાઈ, ઉપરાંત વિદેશથી આવેલ મહેમાનો, વાલીઓ, અને વિધાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહયાં હતાં અને સૌએ સમગ્ર કાર્યક્રમની રંગત માણી હતી.
9428428127
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.