બાલાસિનોર એક કદમ શિક્ષણ તરફ.. દિવાસાના પાવન પર્વ પર તાલુકાની બે પ્રા.શાળામાં શિક્ષણ કીટનુ વિતરણ કરવામાં આવ્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/npi667cyrjsuedlr/" left="-10"]

બાલાસિનોર એક કદમ શિક્ષણ તરફ.. દિવાસાના પાવન પર્વ પર તાલુકાની બે પ્રા.શાળામાં શિક્ષણ કીટનુ વિતરણ કરવામાં આવ્યું


સર્વ શિક્ષા અભિયાન.. સૌ ભણે સૌ આગળ વધે. હેતુ અંતર્ગત

આજરોજ મારો સમાજ ભણે અને શિક્ષિત થાય તેમજ શિક્ષણનો પાયો મજબુત થાય તે હેતુ થી અમદાવાદ જિલ્લા પ્રમુખશ્રી અનિલજી ઠાકોર દ્વારા બાલાસિનોર તાલુકામા આવેલ બે પ્રાથમિક શાળા ઘુવેડિયા તથા વચલામુવાડા ગામમાં નાના બાળકોને સ્કુલબેગ,સ્લેટ,દેશી-હિસાબ,નોટ બુક,સ્કેચબુક,તેમજ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.બન્ને શાળામાં બાળકોને મધ્યાહન ભોજન જમવા માટે થાળી-વાટકી પણ સ્કૂલને ભેટ આપવા માં આવી હતી.

અનિલજી ઠાકોર વધુ માં જણાવ્યું હતું કે ઓછી સંખ્યા વાળી જ્યાં પણ સ્કૂલો હશે ત્યાં હરહંમેશ શિક્ષણ કીટનું વિતરણ કરીશ
રીપોર્ટર છત્રસિંહ કે ચૌહાણ બાલાસિનોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]