ઝાલોદ પાલિકાની સામાન્ય ચુંટણીમા વિવિધ વોર્ડ માથી પક્ષ – અપક્ષના માથી (૧૬૨ )ઉમેદવારોએ ફોર્મ રજુ કરાયા**
**પાલિકાની સામાન્ય ચુંટણીમા વિવિધ વોર્ડ માથી પક્ષ - અપક્ષના માથી (૧૬૨ )ઉમેદવારોએ ફોર્મ ભર્યા **
હાલ પાલિકાની સ્થાનિક સ્વરાજની ચુંટણી અનુસંધાને વિવિધ વોર્ડ માથી ઉમેદવારોએ આજરોજ છેલ્લી તારીખમા ફોર્મ રજુ કરવાની આખર તારીખ હતી..ત્યારે ભાજપા -કોગ્રેસ -આપ સહિત અપક્ષ ઉમેદવારોએ બહોળી સંખ્યામા પોતાના ટેકેદારો સાથે ફોર્મ રજૂ કરવા ઝાલોદ પ્રાંત કચેરી ખાતે ચુંટણી અધિકારી સમક્ષ પ્રાંત કચેરીએ રજુ થયા હતા...
ત્યારે આ ચુંટણીમા મહિલા ઉમેદવારોને બહોળી સંખ્યામા ભાજપા મેન્ડેટ પરથી લડવા માટે મોકો આપ્યો છે..
ત્યારે આ ચુંટણીમા સૌથી વધુ ટક્કરનો મુકાબલો વોર્ડ નંબર ૨- ૩ અને ૪ કાંટાની ટક્કર જોવા મળે તેમ છે.. વોર્ડ (બે) માથી ભાજપના સામાજીક આગેવાન સહિત દિગ્ગજ નેતાઓની છબી ધરાવતા હોવા છતા મેન્ડેટ પરથી લડવાના બદલે અપક્ષ માથી ઉમેદવારી નોધાવતા ચર્ચાનો વિષય બન્યો છે...છેલ્લી ઘડીએ અન્ય વોર્ડના ઉમેદવારોએ (બે) વોર્ડમા ઉમેદવારી નોધવતા પાર્ટીએ પોતાની સાખ જાળવી લીધી..
ત્યારે પાલિકાની ચુંટણીમા આમ આદમીએ પણ પોતાના ઉમેદવારો ઉતારી પરિવર્તનની લહેર સાથે લડી લેવાના મૂડમા જણાય આવે છે..
ત્યારે નગરમા ગટર સુવિધા ,સારી સડક તેમજ સફાઇ સિવાય શુદ્ધ પીવાના પાણી, બંધ સ્ટ્રીટ લાઈટો અને પાર્કિંગ વ્યવસ્થા લોકોની મુખ્ય સમસ્યાઓ હોવાથી ઉમેદવારો ચુંટણીમા આ મુખ્ય મુદ્દાઓ હાલ જણાય આવે છે...
8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે
