રાજકોટમાં APPએ લઠ્ઠાકાંડને લઈને ભાજપ વિરૂદ્ધ અને ભાજપે રાષ્ટ્રપતિના અપમાનને લઈ કોંગ્રેસ વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા
રાજકોટમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને આગેવાનો દ્વારા લઠ્ઠાકાંડ મુદ્દે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જ્યાં તેમણે ગૃહ મંત્રીના રાજીનામાની માંગ કરી હતી અને ભાજપ વિરુદ્ધ સૂત્રોચાર કર્યા હતા. બહુમાળી ચોક ખાતે આમ આદમી પાર્ટીના વિરોધમાં પોલીસની ટીમ પહોંચી હતી અને કાર્યકર્તાઓને વિખેરીને આ વિરોધ પ્રદર્શન અટકાવ્યું હતું.
જ્યારે બીજી તરફ આજે સંસદ ભવનમાં રાષ્ટ્રપતિને ભાજપનો હાથો ગણાવવા વિરુદ્ધ કોંગ્રેસના એક નેતાને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો આ મામલે આજે રાજકોટમાં તાલુકા ભાજપ યુવા મોરચા તથા બક્ષીપંચના કાર્યકરો દ્વારા કોંગ્રેસ વિરુદ્ધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.