તા.૧૦/૭/૨૦૨૪ ના રોજ એલિસબ્રીજ વિસ્તારમાં આંગડિયા પેઢીના માણસો ઉપર ફાયરીંગ કરી લુંટ કરનાર બન્ને આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ. - At This Time

તા.૧૦/૭/૨૦૨૪ ના રોજ એલિસબ્રીજ વિસ્તારમાં આંગડિયા પેઢીના માણસો ઉપર ફાયરીંગ કરી લુંટ કરનાર બન્ને આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ.


તા.૧૦/૦૭/૨૦૨૪ ના રોજ આર.કાંતીલાલ આંગડિયા પેઢીના બે કર્મચારીઓ જમાલપુર માર્કેટમાંથી રૂપિયા મેળવી ભાડાની રીક્ષા મારફતે સી.જી.રોડ ખાતે આવેલ ઓફિસે ઓટો રીક્ષામાં જઈ રહેલ હતા, તે દરમ્યાન બપોરના સાડા ત્રણેક વાગે કલગી ચાર રસ્તાથી લો ગાર્ડન ચાર રસ્તા તરફ જતા રોડ ઉપર એકટીવા ઉપર આવેલ બે અજાણ્યા ઇસમોએ આંગડિયા પેઢીના કર્મચારીઓ ઉપર મરચાની ભુક્કી નાંખી એરગનથી ફાયરીંગ કરી ઇજાઓ પહોંચાડી આંગડિયા પેઢીના કર્મચારીઓ પાસેથી રૂપિયા ૪૦ લાખ ભરેલ થેલાની લુંટ કરી નાસી ગયેલ હતા. જે બાબતે એલિસબ્રીજ પોલીસ સ્ટેશને ગુનો નોંધી એલિસ બ્રિજ પોલીસ સ્ટેશન અને સાથે ક્રાઈમ બ્રાન્ચ તપાસ હાથ હાથ ધરી હતી.

ઉપર મુજબના ગંભીર ગુનાને સત્વરે શોધી કાઢવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ હતી. આ દરમ્યાન ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટરની આગેવાની હેઠળ તેઓના સ્કોડના પો.સ.ઈ આર.એલ.ઓડેદરા એ.કે.પઠાણ તથા ટેકનિકલ પો.સ.ઈ કુલદિપ પરમાર તથા સ્કોડના માણસોની અલગ અલગ ટીમો બનાવી ગુનાવાળી જગ્યાએથી મળેલ માહિતી મુજબ સી.સી.ટી.વી ફુટેજ તેમજ લુંટ કરવા માટે ઉપયોગમાં લીધેલ વાહન તથા લુંટ કરવા આવનાર ઇસમોના વર્ણન આધારે તથા ટેકનિકલ એનાલીસીસ આધારે તપાસ હાથ ધરવામાં આવેલ હતી. જે દરમ્યાન ટીમો દ્વારા આરોપીઓની શોધખોળ કરવા સારૂ ૪૦૦ કરતા વધારે સી.સી.ટી.વી કેમેરાના ફુટેઝની ચકાસણી તેમજ વાહન નંબર આધારે તપાસ કરતા જાણવા મળેલ કે આ કામે લુંટ કરનાર ઇસમોએ લુંટ કરવા ઉપયોગમાં લીધેલ એકટીવા ઉપર ડુપ્લીકેટ નબર પ્લેટ લગાડેલ હોવાની માહીતી મળેલ હતી. તેમજ સદર એક્ટીવા ચોરીનું હોવાનું તેમજ લુંટ કર્યા બાદ ફતેવાડી વિસ્તારમાં જઇ આરોપીઓએ લુંટ કરતી વખતે જે કપડા પહેરેલ તે કપડા બદલી એક્ટીવાની ડીક્કીમાં મુકી ત્યાંથી ફરાર થઈ ગયેલ હતા. અને આરોપીઓએ પોતાના ઘરે જવા માટે અલગ અલગ શટલ રીક્ષાનો ઉપયોગ કરેલ હોવાનું અને સી.સી.ટી.વી કેમેરા થી બચવા સારૂ થોડે દુર ઉતરી જઇ ચાલતા ચાલતા જઇ થોડે દુર જઈ અન્ય રીક્ષા મારફતે દાણીલીમડા વિસ્તારમાં ગયેલ હતા.જે હકીકત આધારે હ્યુમન સોર્ષ મારફતે તપાસ હાથ ધરવામાં આવેલ હતી.

દાણીલીમડામાં જ આરોપી હોવાની જાણ થતાં પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસે બાતમીના આધારે જફર ઇકબાલ રંગરેજ અને મોહમંદ જાવેદ રંગરેજની ધરપકડ કરી હતી. આરોપી પાસેથી 35.58 લાખ રૂપિયા કબજે કરવામાં આવ્યા હતા. આરોપીની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, છેલ્લા ત્રણ મહિનાથી જમાલપુર બ્રિજ નીચે બેસીને આંગડિયા પેઢીના માણસો કયા વાહનમાં આવી રૂપિયા લઈને કયા વાહનમાં જતા તેની રેકી કરી હતી.લૂંટને અંજામ આપવા માટે દોઢ મહિના અગાઉ સફેદ કલરનું એક્ટિવા ચોરી કર્યું હતું. ચોરીના એક્ટિવાને કાળો કલર કર્યો હતો. આરોપીઓ 9 જુલાઈએ પણ લૂંટ માટે ગયા હતા પરંતુ આંગડિયા પેઢીના કર્મચારીઓ નીકળ્યા ત્યારે એક્ટિવાનું
લોક ખુલ્યું નહોતું જેથી પીછો કરી
શક્યા નહોતા.

10 જુલાઈએ રીક્ષામાં આંગડિયા પેઢીના કર્મચારીઓને બેસતા જોયા જેથી તેમને પીછો કરી મોકો મળતા લૂંટને અંજામ આપ્યો હતો. લૂંટના પૈસામાંથી જફર ઇકબાલને 1 લાખ જ આપવામાં આવ્યા હતા. મોહમંદ જાવેદે લૂંટના પૈસામાંથી 3.5 લાખ રૂપિયા દેવું ચૂકવવા આપી દીધા હતા. આરોપી મોહમંદ જાવેદ રંગરેજે અગાઉ જાન્યુઆરી 2023માં આંગડિયા પેઢીના કર્મચારીને જમાલપુરમાં લાકડાના ફટકાથી હુમલો કરી 28 લાખની લૂંટને અંજામ આપ્યો હતો. આ લૂંટમાં પણ ચોરીના એક્ટિવાનો ઉપયોગ કર્યો હતો.

આરોપીઓએ ગુજરી બજારમાંથી એક્ટિવાની ચોરી કરી હતી. જેને કાળ કલર કરી નાખ્યો હતો અને નંબર પ્લેટ પણ બદલી નાખી હતી. રસપ્રદ બાબત એ છે કે, ક્રાઈમ બ્રાન્ચની ટીમે જમાલપુર વિસ્તારમાં જાન્યુઆરી 2023માં લૂંટની ઘટનાની તપાસ કરી રહી હતી અને એલિસબ્રિજ વિસ્તારની લૂંટના સીસીટીવી ફૂટેજ તપાસતા આરોપી મોહમંદ જાવેદ ઉર્ફે જબ્બો હોવાની હકીકત સામે આવી હતી.જે જમાલપુર વિસ્તારમાં 28 લાખની લૂંટના કેસમાં સીસીટીવી ફૂટેજમાં પણ એજ રીતે સ્ટાઇલથી વાહન ચલાવતો જોવા મળ્યો હતો. જેથી આરોપીની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા જમાલપુર વિસ્તારમાં બનેલી લૂંટની ઘટના પણ તેને જ કરી હોવાની કબૂલાત કરી હતી.

મહત્વની વાત એ છે કે, આ ગુનામાં પોલીસે એક નહીં પરંતુ ત્રણ ગુનાનો ભેદ ઉકેલ્યો છે. જેમાં એલિસબ્રિજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બનેલી લૂંટની ઘટના સાથે વર્ષ 2023ના જાન્યુઆરી મહિનામાં જમાલપુર વિસ્તારમાં બનેલી આંગડિયા પેઢીના કર્મચારી સાથે લાકડાના ફટકાથી હુમલો કરી રૂપિયા 28 લાખની લૂંટ કરી હતી.જે ગુનાનો ભેદ પણ ઉદેલાયો. સાથે સાથે આરોપીઓએ એલિસબ્રિજ વિસ્તારમાં 10 જુલાઈના રોજ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો તેમાં ચોરી કરેલી એક્ટિવાનો ઉપયોગ કર્યો હતો. જે ગુનાનો પણ ભેદ ઉકેલાયો છે.

SAURANG THAKKAR, AHMEDABAD
AHMEDABAD JILLA BUREAU CHIEF


9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.